લો બોલો, બનાસકાંઠામાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરનારના ઘરેથી જ દારૂ પકડાયો

|

Mar 21, 2022 | 2:05 PM

રાત્રે ત્રણ વાગ્યે જનતા રેડમાં પોતાના વિડીયો વાયરલ કર્યા બાદ જનતા રેડ કરતા લોકો સામે જ ફરિયાદ દાખલ થતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉગ્ર બન્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારના અધિકારીઓ પોતાના સત્તાનો દુરુપયોગ કરીને જનતા રેડની ખોટી રીતે બતાવી રહ્યા છે.

લો બોલો, બનાસકાંઠામાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરનારના ઘરેથી જ દારૂ પકડાયો
બનાસકાંઠામાં દારૂના અડ્ડા પર જનતા રેડ કરનારના ઘરેથી જ દારૂ પકડાયો

Follow us on

બનાસકાંઠા (Banaskantha) જિલ્લામાં દિયોદરના કોતરવાડા પાસે થયેલી જનતા રેડ બાદ હવે નવા તથ્યો સામે આવ્યા છે. જનતા રેડમાં સામે મુખ્ય લોકો પૈકીના બે લોકો સામે લૂંટ ધાડ તેમજ પ્રોહીબીશન એક્ટ (Prohibition Act) મુજબ ફરિયાદ દાખલ થઇ છે. પોલીસ (Police) ની પ્રાથમિક તપાસમાં જે લોકોએ જનતા રેડ કરી હતી તેમના ઘરેથી જ દારૂ (alcohol) ની બોટલો ઝડપાઈ છે. પોલીસે તમામ પુરાવાઓના આધારે જનતા રેડ કરનાર લોકો સામે જ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથધરી છે.  બનાસકાંઠા જિલ્લામાં પણ બેફામ ચાલતા દારુના અડ્ડાના પગલે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર (MLA Ganiben Thakor) એ જનતા રેડ કરી દારુનો નાશ કર્યો હતો.

દિયોદરના કોતરવાડા પાસે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને તેમની સાથે કેટલાક લોકોએ જનતા રેડ કરી વિદેશી દારૂ ભરેલ પીકઅપ ડાલુ ઝડપી હતું. જે બાદ રાજકારણ ગરમાયું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગુજરાતમાં બેફામ બનેલા દારૂના વેપલા સામે પોતાનો રોષ ઠાલવ્યો. જિલ્લા પોલીસ સામે અનેક આક્ષેપો કર્યા. જ્યારે પોલીસ તપાસમાં અલગ છું બહાર આવ્યા છે. દારૂ ભરેલી જીપ થરાદ પાસેથી પકડી હતી. જે બાદ તેમાં રહેલો વિદેશી દારૂ જનતા રેડ કરનાર કેટલાક લોકોએ જ છુપાવ્યું હતો. જે બાદ કોતરવાડા પાસે ગાડી લાવી જનતા રેડ બતાવી હતી. જનતા રેડ કરનાર આરોપી પ્રધાનજી ઠાકોરના ઘરેથી 13 બોટલ દારૂ ઝડપયો હતો. જ્યારે બલાજી ઠાકોરને સાથે રાખી 18 પેટી દારૂ કોતરવાડા સીમમાંથી ઝડપી પાડ્યો છે. સીડીઆર તેમજ આરોપીઓના ઘરેથી ઝડપાયેલા દારૂને લઈને હવે જનતા રેડ સામે સવાલો ઉભા થયા છે. જનતા રેડ કરતાં લોકો જ દારૂ સાથે જોડાયેલા પોલીસ તપાસમાં સામે આવ્યા છે.

રાત્રે ત્રણ વાગ્યે જનતા રેડમાં પોતાના વિડીયો વાયરલ કર્યા બાદ જનતા રેડ કરતા લોકો સામે જ ફરિયાદ દાખલ થતા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉગ્ર બન્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે સરકારના અધિકારીઓ પોતાના સત્તાનો દુરુપયોગ કરીને જનતા રેડની ખોટી રીતે બતાવી રહ્યા છે. જનતા રેડ મામલે ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે જે પ્રકારે જનતા રેડ કરતા લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તે ખરેખર નિંદનીય છે. મને રાજકીય રીતે બદનામ કરવા માટેનું કાવતરું કરવામાં આવી રહ્યું છે. જ્યારે ગેનીબેન ઠાકોર પતિ તેમજ પુત્ર પણ દારૂના ધંધા સાથે જોડાયેલા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા.

કૃતિકા સાથે રોમેન્ટિક બન્યો અરમાન મલિક, તસવીરો થઈ વાયરલ
Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચોઃ Banaskantha: ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જનતા રેડ બાદ પોલીસ એક્શનમાં, પ્રોહીબિશનના 184 ગુના દાખલ કર્યા

આ પણ વાંચોઃ Ahmedabad : PM મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં છારોડીના સ્વામી નારાયણ ગુરૂકૂળ ખાતે ધર્મજીવન ગાથા ગ્રંથનું વિમોચન

Next Article