Banaskantha: મૂકબધીર બાળકીની બળાત્કાર સાથે હત્યાનો કેસ, આરોપીને ફાંસીની સજા

|

Apr 27, 2022 | 2:22 PM

ડીસામાં 11 વર્ષીય મુકબધીર સગીરાનું ડીસામાંથી અપહરણ કરી અવાવરું જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સગીરાનું ગળું કાપી હત્યા કરી દેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લીધો હતો.

Banaskantha: મૂકબધીર બાળકીની બળાત્કાર સાથે હત્યાનો કેસ, આરોપીને ફાંસીની સજા
Banaskantha Accused sentenced to death

Follow us on

બનાસકાંઠા (Banaskantha) માં મૂકબધીર બાળકીની બળાત્કાર સાથે હત્યાનો કેસ ડીસા (Disa) એડીશનલ સેસન્સ જજ બી. જી. દવેએ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. આરોપી નીતિન કિશોરભાઈ ચૌહાણ સામે પોક્સો 376, 302 મુજબ ગુનો નોંધાયો હતો. માત્ર દોઢ વર્ષના ટૂંકા ગાળામાં કોર્ટે કેસ ચલાવી આરોપીને આપી ફાંસીની સજા આપી છે. ડીસા કોર્ટના ઇતિહાસમાં પ્રથમ વખત કોઈ આરોપીને ફાંસીની સજા અપાઈ છે.

ઉલ્લેખનીય છે કે ડીસામાં 11 વર્ષીય મુકબધીર સગીરાનું ડીસામાંથી અપહરણ કરી અવાવરું જગ્યામાં લઈ જઈને દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. ત્યારબાદ સગીરાનું ગળું કાપી હત્યા કરી દેતા સમગ્ર જિલ્લામાં ચકચાર મચી હતી. પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી લઈ કાર્યવાહી તો હાથ ધરી  હતી. પરંતુ આરોપીને કોઈ છટકબારી ન મળે અને આરોપીને ફાંસીની સજા થાય તે માટે આજે સાંજે ડીસામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું.

ડીસામાં એક મૂકબધિર સગીરા સાથે દુષ્કર્મ કરી તેની નિર્દયતા પૂર્વક હત્યા કરવાની ઘટનાને પગલે સમગ્ર બનાસકાંઠા જિલ્લો સમસમી ઉઠ્યો છે. ડીસા શહેરમાં 12 વર્ષીય મૂકબધિર બાળકીનું તેના સગા મામાના દીકરા દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. આ બાળકીનું અપહરણ થયા બાદ તેના પરિવારજનોએ આખી રાત શોધખોળ કરી પરંતુ કોઈ જ પત્તો લાગ્યો નહોતો. પરિવારજનોએ આ અંગે પોલીસને જાણવા જોગ ફરિયાદ પણ આપી હતી. જે તપાસ દરમ્યાન મોડી રાતના સમયે એક અજાણ્યો યુવક આ મૂકબધિર બાળકીને લઈ જતો દેખાયો હતો.

Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !
Darshan Raval: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo

ત્યારબાદ ડીસાથી દૂર દાંતીવાડા તાલુકામાં બાળકી મૃત હાલતમાં પડી હોવાના સમાચાર મળતા આ સગીરાના પરિવારજનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં અવાવરું જગ્યા પર બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. આ સગીરાનું ગળું કાપીને તેની હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું. બાળકીનો જ્યાંથી મૃતદેહ મળ્યો હતો, તેનાથી થોડા અંતરે જ તેનું માથું પણ મળી આવ્યું હતું. આ ઘટનાથી સ્થાનિક પોલીસ અને બનાસકાંઠા જિલ્લા LCB પોલીસ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી. જેમાં CCTV ફૂટેજ અને અંગત બાતમીના આધારે આ ઘટનાને અંજામ આપનાર શખ્સની ગણતરીના કલાકોમાં અટકાયત કરી હતી.


આ પણ વાંચોઃ સમાજના વડીલો ઇચ્છે છે કે હું રાજકારણમાં ન જાઉં જ્યારે યુવાનો અને મહિલાઓ ઇચ્છે છે કે હું રાજકારણમાં જોડાઉઃ નરેશ પટેલ

આ પણ વાંચોઃ Mehsana: ગુજરાત સ્થાપના દિવસની તડામાર તૈયારીઓમાં લાગ્યુ વહીવટી તંત્ર, ગુજરાતમાં સૌ પ્રથમ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં યોજાશે તરણ સ્પર્ધા

Published On - 1:07 pm, Wed, 27 April 22

Next Article