બનાસકાંઠા જિલ્લાના (Banaskantha ) મલાણા પંથકમાં પાણીની તંગીની વિકટ સમસ્યા સામે સ્થાનિક યુવાનોએ એક અનોખું કૂવા અભિયાન ઉપાડ્યું છે. મલાણાના 40 યુવાનોએ સ્વમહેનતે રાત-દિવસ એક કરી બે મહિનાની અંદર 80 જેટલા કૂવા રિચાર્જ (borwell Recharge Compaign) કર્યા અને પાણીની સમસ્યાનું (Water Crisis) નિરાકરણ લાવવામાં સફળતા મેળવી છે.
મલાણા પંથકના (malana area) તળાવ ભરવા માટે સ્થાનિકોએ અનેકવાર જળ આંદોલન કરવા પડ્યા, જોકે સરકારે તો મંજૂરી આપી પરંતુ સરકારને ભરોસે બેસી રહેવાને બદલે ગામના યુવાનોએ દરેક ખેતરમાં જઈને જૂના કુવા રિચાર્જ થાય તેવી જાત મજૂરીથી વ્યવસ્થા ગોઠવી અને જેને પરિણામે આજે ચોમાસામાં વરસાદી પાણીનો સંગ્રહ થયો અને પાણીના તળ પણ ઊંચા આવવાની લોકોને આશા બંધાઈ છે.
તમને જણાવી દઈએ કે, મનરેગાની મદદથી યુવાનો આ અભિયાન પાર પાડી શક્યા. બે મહિનાની અંદર 80 જેટલા કૂવાઓ ભરવામાં આવ્યા છે.આ જિલ્લામાં ઉનાળા દરમિયાન પાણીની ભારે તંગી સર્જાતી હોય છે. આ માટે વારંવાર સરકારને રજુઆત કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા જાત મહેનતથી પાણીના તળ ઉંચા લાવીને વર્ષોની સમસ્યા દુર કરી છે.