Ambaji : જવાનોની સેવાને ભક્તોની સલામ! અંબાજી મેળામાં પોલીસ સલામતી અને સુરક્ષા જાળવવા સાથે સહાય કરવા આગળ

|

Sep 28, 2023 | 5:54 PM

Bhadravi Poonam: અંબાજીને જોડતા તમામ માર્ગો પર ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટતી હોય છે. અંબાજી આવતા તમામ માર્ગો પર જય અંબેના નાદ સાથે પદયાત્રી ભક્તો ઉત્સાહ અને ઉમંગ ભેર આગળ વધતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યા વચ્ચે ભક્તોની સલામતી અને સુરક્ષાનો ગુજરાત પોલીસને મોટો પડકાર હોય છે.

Ambaji : જવાનોની સેવાને ભક્તોની સલામ! અંબાજી મેળામાં પોલીસ સલામતી અને સુરક્ષા જાળવવા સાથે સહાય કરવા આગળ
જવાનોની સેવાને ભક્તોની સલામ

Follow us on

અંબાજીના મેળામાં ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી છે. ભાદરવી પૂર્ણિમાએ પગપાળા દર્શન કરવા માટે સંઘ ગુજરાત અને બહારના રાજ્યમાંથી મોટી સંખ્યામાં આવી પહોંચતા હોય છે. અંબાજીને જોડતા તમામ માર્ગો પર ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટતી હોય છે. અંબાજી આવતા તમામ માર્ગો પર જય અંબેના નાદ સાથે પદયાત્રી ભક્તો ઉત્સાહ અને ઉમંગ ભેર આગળ વધતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યા વચ્ચે ભક્તોની સલામતી અને સુરક્ષાનો ગુજરાત પોલીસને મોટો પડકાર હોય છે.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી

રાજ્યની પોલીસ દ્વારા અંબાજીમાં મેળાને લઈ મોટો બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. મેળાના બંદોબસ્ત સાથે અંબાજીના તમામ ખૂણે ખૂણે પોલીસ બાજ નજર દાખવતી હોય છે. આ સાથે જ પોલીસ માટે અંબાજી સિવાય પણ રસ્તામાં આવતા માર્ગો પર પણ બંદોબસ્ત દાખવવો અને ટ્રાફિક નિયમન કરવા સાથે ભક્તોને સલામત રીતે આગળ વધવા માટે ફરજ નિભાવવી એ પોલીસ માટે કપરી કસોટીથી કમ નથી. પોલીસના જવાનો અને અધિકારીઓ રાત દિવસ આ પડકારજનક ફરજ નિભાવી રહ્યા છે.

Tips and Tricks : શું તમે પીળી ટોયલેટ સીટથી કંટાળી ગયા છો? આ રીતે સાફ કરીને કમાલ જુઓ
કરોડોમાં પગાર, લિમોઝીન કાર, વ્હાઇટ હાઉસ... ટ્રમ્પને અમેરિકી રાષ્ટ્રપતિ તરીકે મળશે આ સુવિધાઓ
Vastu tips : તોડ-ફોડ વગર સીડીનો વાસ્તુ દોષ કરો દૂર, ફક્ત આ ઉપાયો અપનાવો !
Neem Karoli Baba: નીમ કરોલી બાબાએ કહ્યું કે, આ 3 લોકોના હાથમાં ક્યારેય નથી ટકતા પૈસા
Neeraj Chopra Wife: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?

 

પોલીસ ફરજ સાથે લેવા કરતા નજર આવી

અંબાજીમાં ભાદરવી પૂનમે મેળામાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તો અંબાજી મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. પાંચ દિવસના આ મેળાના દિવસો દરમિયાન અંબાજી મંદિરે દર્શન કરવાનુ અનોખુ મહત્વ છે. દર્શન માટે બાળકોથી માંડીને વૃદ્ધો અને આધેડ પણ મોટી સંખ્યામાં અંબાજી પહોંચતા હોય છે. ભારે ભીડ વચ્ચે વૃદ્ધો અને મહિલાઓ અને અશક્ત લોકોને તકલીફ ના પડે એ માટે પણ પોલીસ આગળ આવતી જોવા મળતી હોય છે.

 

 

પોલીસ દ્વારા આવા લોકોને ફરજ સાથે સહાય કરવા માટે પણ આગળ આવતા હોય એવા દ્રશ્યો જોવા મળતા હોય છે. ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી રહી છે, તેમાં કોઈ શ્રદ્ધાળુને મુશ્કેલી ના પડે એ વાતનુ ધ્યાન પણ સલામતી સાચવવા સાથે પોલીસ રાખી રહી છે.

 

 

સુરક્ષાની ફરજ સાથે પોલીસ દર્શનાર્થીઓને તકલીફ ના પડે એ માટે મદદ માટે સહાયનો હાથ લંબાવી રહી છે.

 

અંબાજીમાં પોલીસને સલામ કરવાનુ મન થાય એવા અનેક દ્રશ્યો દર્શનાર્થીઓને જોવા મળ્યા હતા. પોલીસના ચહેરા પર પણ અનેરો ભાવ જોવા નજર આવી રહ્યો છે.

 

 

ભાદરવી પૂનમને લઈ રસ્તામાં અરવલ્લી, મહિસાગર, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણા અને પાટણ જિલ્લાની પોલીસ પણ ખડેપગે પોતાના જિલ્લામાં રહી છે. જિલ્લામાંથી પસાર થતા હજારો પદયાત્રી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને સેવા આપવા માટે ખડેપગ રહ્યા છે. સાથે જ વાહનોના ટ્રાફિક વચ્ચે સલામત રીતે અંબાજી તરફ પદયાત્રીઓ આગળ વધે એ માટે સતત વ્યવસ્થા જાળવતી પોલીસ જોવા મળી હતી.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:24 pm, Tue, 26 September 23

Next Article