માનવતા મહેંકી : બનાસકાંઠાની માવસરી પોલીસે ઓરિસ્સાના માનસિક અસ્વસ્થ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું

|

Jul 17, 2021 | 2:14 PM

છેલ્લા છ માસથી પોતાના પરિવારથી વિખૂટા પડેલ માનસિક અસ્વસ્થ વ્યકિત ભારત પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગયો છે. જેને 25 દિવસ સુધી મહેમાન બનાવી પોલીસે તેના પરિવારની શોધખોળ કરી હતી. તેના પરિવારનો સંપર્ક થતાં તેને પરત વતન મોકલવાની પોલીસે કામગીરી કરી છે.

માનવતા મહેંકી : બનાસકાંઠાની માવસરી પોલીસે ઓરિસ્સાના માનસિક અસ્વસ્થ યુવાનનું પરિવાર સાથે મિલન કરાવ્યું
Banaskantha Mawsari village police reunite Orissa mentally ill youth with family

Follow us on

ભારત પાકિસ્તાન બોર્ડર પર આવેલા  બનાસકાંઠા(Banaskantha) ના વાવ જિલ્લાના  માવસરી પોલીસ(Police) ને થોડા દિવસ અગાઉ માનસિક અસ્વસ્થ યુવાન ભારત પાકિસ્તાન બોર્ડર પરથી મળી આવ્યો હતો. આ યુવાન અંગે પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક રીતે અસ્વસ્થ પુરુષ ઓરિસ્સાની ભાષા બોલતો હોઈ પોલીસે આ ભાષાના જાણકાર વ્યક્તિને બોલાવી તે શું કહેવા માંગી રહ્યો છે તે જાણવાનો પ્રયત્ન કર્યો હતો.

જેની  બાદ પોલીસને માલૂમ પડ્યું કે છેલ્લા છ માસથી પોતાના પરિવારથી વિખૂટા પડેલ માનસિક અસ્વસ્થ વ્યકિત ભારત પાકિસ્તાન બોર્ડર સુધી પહોંચી ગયો છે. જેને 25 દિવસ સુધી મહેમાન બનાવી તેના પરિવારની શોધખોળ કરી હતી. તેના પરિવારનો સંપર્ક થતાં તેને પરત વતન મોકલવાની કામગીરી પોલીસે કરી છે.

સરહદના લીમડાબેટ વિસ્તારમાં ફરી રહ્યો હતો અજાણ્યો ઈસમ

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

ભારત પાકિસ્તાન બોર્ડર વિસ્તાર લીંબડાબેટ વિસ્તારમાં એક વ્યકિત મળી આવ્યો હતો જેને માવસરી પોલીસ સ્ટેશનમાં લાવી પુછપરછ કરતા તેઓ ઓરિસ્સા રાજ્યના નયાગઢ જીલ્લાના ખંડાપરા પોલીસ સ્ટેશન વિસ્તારના બરાબરી ગામનો માનસિક અસ્વસ્થ હોવાનુ જાણવા મળ્યું હતું. જેની બાદ સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે રાખીને ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા તેના પરિવારનો સંપર્ક કરતા તે પરિવાર જોડેથી અંદાજે છ મહીના અગાઉ કાંઇ જણાવ્યા વગર તે ઘરેથી નીકળી ગયો હતો.

પરિવાર ખુબજ ગરીબ હોવાથી તેઓ લેવા માટે આવી શકે તેમ ન હતા. જેથી પોલીસે આ વ્યકિતને મોકલવા માટે સેવાભાવી સંસ્થાનો સંપર્ક કરતા માનવતા ગૃપ ભાભર દ્વારા તેના પરિવાર પાસે તેને મોકલી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પોલીસે તેને આત્મીયતા સાથે વિદાય આપી

આ અંગે માવસરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એન.કે.પટેલ જણાવ્યું હતું કે માનસિક અસ્વસ્થ  માણસ સરહદી વિસ્તારમાં મળી આવતા સૌપ્રથમ આ વ્યક્તિ કોણ છે તેને લઈને તપાસ હાથ ધરી હતી. તેની ભાષા અમો જાણી શકતા ન હતા. જેથી સોલર પ્લાન્ટ માં ચાલતા કામ કરતા એક ઓરિસ્સાના વ્યક્તિને બોલાવી તેની ભાષા જાણવાનો પ્રયત્ન કર્યો.

જેમાં છ માસ કરતા વધુ સમયથી ઘરથી બહાર હોવાથી વાળ તેમજ દાઢી બહુ વધી ગઈ હતી. તેમજ કપડા પણ ફાટી ગયા હતા. પોલીસ સ્ટેશનમાં લાવી તેને વ્યવસ્થિત શરીર સાફ કરાવી પ્રેમ અને હૂંફ આપી. જે બાદ 25 દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં જ રાખ્યો હતો. તેના પરિવારનો સંપર્ક કરતાં  પોલીસે તેને તેના પરિવાર સાથે મિલન માટે રવાના કર્યો છે.

આ પણ વાંચો :SURAT : સુરત મનપા સંચાલિત સ્કૂલોમાં ધો.11 ના વર્ગો આગામી 20 જુલાઈથી શરૂ થશે, હાલ ઓનલાઈન કલાસ જ ચાલશે 

આ પણ વાંચો : Shivam Dube Marriage: સિક્સર સ્પેશ્યાલિસ્ટ શિવમ દુબે એ કર્યા લગ્ન, ગર્લફ્રેન્ડ અંજૂમ ખાન સાથે બંને ધર્મની પરંપરાથી કર્યા લગ્ન  

 

Next Article