Banaskantha : પવિત્ર શ્રાવણ માસમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. 48 લાખના 1 કિલો સોનાનું કર્યું દાન

|

Aug 10, 2021 | 7:06 PM

શક્તિપીઠ અંબાજીનો વિકાસ થાય અને માં અંબાના દર્શન માટે આવતા તમામ લોકો માતાના દર્શન સાથે સારી સુવિધા મળે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. દેશમાં આવેલા કુલ 52 શક્તિપીઠો માં અંબાજી અગત્યનું સ્થાન ધરાવે છે.

Banaskantha : પવિત્ર શ્રાવણ માસમાં શક્તિપીઠ અંબાજી મંદિરમાં માઈભક્તે રૂ. 48 લાખના 1 કિલો સોનાનું કર્યું દાન
devotee pays Rs. Donated 1 kg of gold worth Rs 48 lakh

Follow us on

Banaskantha : વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ અંબાજી લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું પરમ પવિત્ર કેન્દ્ર છે. યાત્રાધામ અંબાજીના વિકાસ માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલ દ્વારા વ્યાપક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માઈભક્તોના દાનની સરવાણી વડે અંબાજી માતાજીના મંદિરના શિખરને સુવર્ણમય બનાવવામાં આવ્યું છે. 61 ફૂટ સુધી શિખર સુવર્ણમયની કામગીરી પૂર્ણ થયેલ છે. જેમાં 140 કિલો 435 ગ્રામ સોનાનો ઉપયોગ થયો છે.

ભક્તો માતાના ચરણોમાં આપી રહ્યા છે સોનાનું માતબર દાન
તત્કાલિન મુખ્યમંત્રી અને હાલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શક્તિપીઠ અંબાજીને સુવર્ણમય બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કામગીરી અંતર્ગત માતાજીનું શિખર સુવર્ણમય થઈ ગયું છે પરંતુ સંપૂર્ણ મંદિર સુવર્ણમય થાય તે માટે આજે પણ ભક્તો નાં દાનમાં અગ્રેસર રહ્યા છે.

આજે પાટણ જિલ્લાના બાલીસણા ગામના વતની અને અમેરિકામાં વસતા શ્રી મહેન્દ્રભાઈ નટવરભાઈ પટેલ અને હર્ષદભાઈ નટવરભાઈ પટેલ તરફ થી રૂ. 48 લાખની કિંમતનું 1 કિલો સોનું સુવર્ણ શિખર માટે મંદિરને ભેટમાં મળ્યું છે. અંબાજી મંદિરમાં 1 કિલો સોનાની ભેટ આપવા બદલ અંબાજી મંદિરના વહીવટદાર સુઘેન્દ્રસિંહ ચાવડાએ ભેટ આપનાર લોકોને માતાજીની ચુંદડી પહેરાવી સન્માન કર્યું હતું.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

અંબાજી મંદિર પ્રત્યે વિદેશ વસતા ભારતીયની આસ્થા અકબંધ
અંબાજી મંદિરમાં દર વર્ષે ગુજરાત અને દેશભરમાંથી લોકો દર્શન માટે આવે છે. પરંતુ જે લોકો ગુજરાતના દેશ છોડી વિદેશમાં સ્થાયી થયા છે તે લોકોની આસ્થા પણ મંદિર સાથે જોડાયેલી છે. આજે પણ વિદેશમાં વસતા ભારતીયો સ્વદેશ આવે છે ત્યારે મા અંબાના ચરણોમાં શીશ ઝૂકાવવા માટે અચૂક આવે છે. અંબાજી મંદિરની મુખ્ય આવકમાં ગુજરાતી વિદેશમાં સ્થાયી થયેલા લોકોની દાનની નોંધપાત્ર આવક છે.

દેશનું એકમાત્ર સુવર્ણ શિખર ધરાવતું શક્તિપીઠ
શક્તિપીઠ અંબાજીનો વિકાસ થાય અને માં અંબાના દર્શન માટે આવતા તમામ લોકો માતાના દર્શન સાથે સારી સુવિધા મળે તે માટે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ સતત પ્રયત્નશીલ છે. દેશમાં આવેલા કુલ 52 શક્તિપીઠો માં અંબાજી અગત્યનું સ્થાન ધરાવે છે. અંબાજી મંદિરના શિખર નું સુવર્ણમય થયું છે.

ત્યારે માં અંબાના મંદિરમાં સોનાની ચમક મંદિરને વિશેષ સુશોભિત કરે છે. જેથી ભક્તો પણ માં અંબા નું મંદિર સંપૂર્ણ સુવર્ણમય થાય તે માટે સતત સોનાના દાન ની સરવાણી વરસાવી રહ્યા છે.

Next Article