બનાસકાંઠા : થરાદની માઇનોર કેનાલમાં પાણી છોડવા ખેડૂતોની માગ

|

Nov 11, 2021 | 6:49 PM

થરાદની ગડસીસરની માઇનોર એક અને બે કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવા માટે માંગ કરી રહ્યાં છે. થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતો માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી છે.

હજી તો ચોમાસાને વિત્યાંને થોડો સમય જ થયો છે. ત્યાં બનાસકાંઠા જિલ્લાના થરાદમાં સિંચાઇના પાણી માટે ધાંધિયા શરૂ થયા છે..રવિ સિઝન માટે પાણી આપવા માટે ખેડૂતો હવે મેદાને ઉતર્યા છે. અને થરાદની ગડસીસરની માઇનોર એક અને બે કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવા માટે માંગ કરી રહ્યાં છે. થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપીને ખેડૂતો માઇનોર કેનાલમાં પાણી છોડવા માટે માંગ કરી છે. રવી સિઝનમાં નર્મદા કેનાલમાં પાણી ન મળતા ખેડૂતો પરેશાન થયા છે. અને તાત્કાલિક તેમની સમસ્યાનો ઉકેલ લાવવા માંગ કરી રહ્યાં છે.

બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ કાંકરેજ, દિયોદર, લાખણી તેમજ થરાદ તાલુકાના ગામડાના ખેડૂતોને ખેતી માટે પાણી મળી રહે તેમજ ભૂગર્ભ જળ ઊંચા આવે એવા ઉમદા હેતુથી સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં દિન પ્રતિદિન પાણીના તળ પણ ઊંડા જઈ રહ્યા છે.જેને લીધે ખેડૂતોને સિંચાઈ માટે પણ પૂરતું પાણી મળતું નથી. જો સુજલામ સુફલામ કેનાલ સતત ચાલુ રાખવામાં આવે તો પાણીના તળ સચવાઈ રહે. નહીંતર આગામી સમયમાં આ વિસ્તારમાં પાણીને લઈ ઘણી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. જેથી અગાઉ આ મામલે ખેડૂતો અનેક વિરોધ પ્રદર્શનો કરી ચુકયા છે.

 

આ પણ વાંચો : કચ્છ આવેલા મહેસુલ મંત્રીએ કહ્યું લેન્ડગ્રેબીંગનો કેસ કરતાં તંત્ર કે અધિકારીઓએ ખચકાવું નહિ

આ પણ વાંચો : દાહોદ : લીમડીના બહુચર્ચિત લૂંટ અને મર્ડર કેસનો મુખ્ય આરોપી આખરે પાંચ વર્ષ બાદ ઝડપાયો

Next Video