બનાસકાંઠા: 5 તાલુકાના ખેડૂતોના ધરણા સમેટાયા, ધનતેરસે પાણી રૂપી ધન મળતાં ખેડૂતોમાં ખુશી

|

Nov 02, 2021 | 3:10 PM

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેટલા એવા ગામ છે, જ્યાં કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને પાણી મળતું નથી. સરકારે આવા વિસ્તારોમાં કેનાલ તો બનાવી છે, પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની રહી છે.

બનાસકાંઠામાં ધનતેરસના દિવસે જ પાણી રૂપી ધન મળતાં ખેડૂતોમાં ખુશી વ્યાપી છે. બનાસકાંઠામાંથી પસાર થતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા ખેડૂતોએ ગઈકાલે ધરણા યોજ્યા હતા. આજે વહેલી સવારથી ચાંગા સ્ટેશને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાતા ખેડૂતોએ ધરણા પૂર્ણ કરીને સરકારનો આભાર માન્યો છે. સાથે જ સિંચાઈ માટે સતત પાણી ચાલુ રાખવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી છે. જો સતત પાણી છોડવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે. મહત્વનું છે કે બનાસકાંઠા જિલ્લામાં નહીવત વરસાદના કારણે પાણીની સમસ્યા વિકરાળ બની છે.

સુજલામ સુફલામ કેનાલમાં સિંચાઇ માટે પાણી છોડવાની હતી માંગ

બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં કેટલા એવા ગામ છે, જ્યાં કેનાલ હોવા છતાં પણ ખેડૂતોને પાણી મળતું નથી. સરકારે આવા વિસ્તારોમાં કેનાલ તો બનાવી છે, પરંતુ ખેડૂતોને સિંચાઈ માટે પાણી ન મળતાં ખેડૂતોની પરિસ્થિતિ કફોડી બની રહી છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું ન હતું. તેમજ અહીં આ ખેડૂતોને પાણી મળી રહે તે માટે કોઇ પ્રયાસો કર્યા નથી. એટલું જ નહીં પરંતુ જો બે દિવસમાં પાણી નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચો : ભચાઉમાં દલિત પરિવાર પર હુમલાની નિંદા, કોંગ્રેસે દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી

આ પણ વાંચો : ગુજરાતીઓ માટે સારા સમાચાર: બેંગકોક જવા માટે હવે નહીં થવુ પડે ક્વોરન્ટીન, 18 મહિના પછી નિયમોમાં અપાઇ છૂટ

Next Video