ભચાઉમાં દલિત પરિવાર પર હુમલાની નિંદા, કોંગ્રેસે દોષિતો સામે કડક કાર્યવાહીની માગ કરી

કચ્છમાં અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચારની ઘટનાને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે વખોડી કાઢી છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં મંદિરમાં પ્રવેશ ન અપાય તે ખૂબ દુઃખની વાત છે. ભગવાનના દરબારમાં કોઈ જ્ઞાતિ-જાતિ હોતી નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2021 | 2:55 PM

કચ્છના ભચાઉમાં મેર ગામે અનુસૂચિત જાતિના પરિવાર પર હુમલાની ઘટનાને કૉંગ્રેસ વખોડી કાઢી છે. કૉંગ્રેસના ધારાસભ્યોએ આજે ડીજીપી સાથે મુલાકાત કરીને દોષિતોની ધરપકડ કરવા અને તેમની સામે કડક કાર્યવાહીની માગણી કરી છે. કૉંગ્રેસના ધારાસભ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે કોમી એકતામાં માનતા તમામ ભદ્ર સમાજના લોકો આઘાત અનુભવી રહ્યા છે. ગામમાં ઉશ્કેરણી કરનાર સામે કાર્યવાહી થવી જોઈએ.

તો આ તરફ કચ્છમાં અનુસૂચિત જાતિના લોકો પર અત્યાચારની ઘટનાને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે વખોડી કાઢી છે. તેમણે કહ્યું કે 21મી સદીમાં મંદિરમાં પ્રવેશ ન અપાય તે ખૂબ દુઃખની વાત છે. ભગવાનના દરબારમાં કોઈ જ્ઞાતિ-જાતિ હોતી નથી. અલ્પેશ ઠાકોરે ઘટનાના વિરોધમાં 7 નવેમ્બરે પોતાના જન્મદિવસે બનાસકાંઠામાં પદયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. 7 નવેમ્બરે ભગવાન ઓગણનાથથી સદરામ ધામ સુધી 30 કિલોમીટરની આત્મદર્શન યાત્રા કાઢવામાં આવશે. તેમણે સવાલ કર્યો કે કલેક્ટર, એસપી કે ધારાસભ્યને જ્ઞાતિ પૂછીને મંદિરમાં પ્રવેશ અપાય છે? જો તેમને કંઈ પૂછવામાં ન આવતું હોય તો ગરીબો અને શોષિતોને કેમ જ્ઞાતિ પૂછવામાં આવે છે? તેમણે અનુસૂચિત જાતિના ભાઈઓને પોતાના ફળિયામાં જ રામજી મંદિર બનાવવાની અપીલ કરી.. અને જે પણ જગ્યાએ મંદિર બનાવાશે ત્યાં 11 હજાર રૂપિયાનું પહેલું દાન પોતે લખાવવાની જાહેરાત કરી.

આ પણ વાંચો : Dhanteras 2021: સ્વસ્થ રહેવા માટે ધનતેરસના દિવસે ભગવાન ધનવંતરીની પૂજા કરવાનું ભૂલશો નહીં, જાણો પૂજા વિધિ વિશે

આ પણ વાંચો : ધનતેરસ 2021: પૌરાણિક કથાઓ, તારીખ, મહત્વ, અને શહેર મુજબ પૂજા મુહૂર્ત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">