બનાસ ડેરીએ હાઇડ્રોપોનિક મશીન વસાવ્યું, શું છે આ મશીનની ખાસિયત ? જુઓ આ વીડિયો

|

Nov 23, 2020 | 3:24 PM

પશુઓ માટે પોષણક્ષમ ઘાસચારા માટેની પશુપાલકોની સમસ્યાનો ઉપાય બનાસકાંઠાની બનાસ ડેરીએ શોધ્યો છે. બનાસ ડેરીએ હાઈડ્રોપોનિક ઘાસનું મશીન વસાવ્યુ છે. જે સાત દિવસમાં જ દાણામાંથી ઘાસચારો તૈયાર કરે છે. બનાસકાંઠામાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે. અને તેના કારણે ઘાસચારાની તંગી પણ વર્તાય છે. ત્યારે જે પશુપાલકો પાસે ઘાસચારાની ખેતી કરવા જમીન નથી. […]

બનાસ ડેરીએ હાઇડ્રોપોનિક મશીન વસાવ્યું, શું છે આ મશીનની ખાસિયત ? જુઓ આ વીડિયો

Follow us on

પશુઓ માટે પોષણક્ષમ ઘાસચારા માટેની પશુપાલકોની સમસ્યાનો ઉપાય બનાસકાંઠાની બનાસ ડેરીએ શોધ્યો છે. બનાસ ડેરીએ હાઈડ્રોપોનિક ઘાસનું મશીન વસાવ્યુ છે. જે સાત દિવસમાં જ દાણામાંથી ઘાસચારો તૈયાર કરે છે. બનાસકાંઠામાં પાણીની સમસ્યા દિવસે દિવસે વિકરાળ બનતી જાય છે. અને તેના કારણે ઘાસચારાની તંગી પણ વર્તાય છે. ત્યારે જે પશુપાલકો પાસે ઘાસચારાની ખેતી કરવા જમીન નથી. તેમના માટે પણ હાઈડ્રોપોનિક ઘાસ ઉગાડતુ મશીન આશિર્વાદ સમાન છે.

મોટાભાગે ખેતરમાં ઘાસને તૈયાર થતાં 50 થી 60 દિવસનો સમય લાગે છે. પરંતુ હાઈડ્રોપોનિક મશીનમાં માત્ર સાત દિવસમાં ઘાસ તૈયાર થઇ જાય છે. હાઈડ્રોપોનિક મશીનમાં ઓછા પાણીએ ઘાસ તૈયાર થતુ હોવા છતા ખાસ વાત તો એ છે કે આ ઘાસમાં વધુ પોષક તત્વો છે અને પડતર ઓછી હોવાને કારણે પશુપાલકોને પણ આ ઘાસ પોસાય તેમ છે.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 3:21 pm, Mon, 23 November 20

Next Article