AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mahisagar: બાલાસિનોરની ખાનગી બેંકના મેનેજરની હત્યાનો મામલો, LCB એ હત્યારાની કરી ધરપકડ, જુઓ Video

Mahisagar: બાલાસિનોરની ખાનગી બેંકના મેનેજરની હત્યાનો મામલો, LCB એ હત્યારાની કરી ધરપકડ, જુઓ Video

| Updated on: Oct 04, 2023 | 10:10 PM
Share

મહિસાગર જિલ્લામાં સંતરામપુર લુણાવાડા નજીક ખાનગી બેંકના મેનેજરની હત્યાના મામલે LCB એ આરોપીની ધરપકડ કરી છે. બેંકના મેનેજરની હત્યા કરી દેવાઈ હતી અને તેનો મૃતદેહ કડાણા નજીકથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે મહિસાગર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી. બેંક મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરી હોવાની વિગતો સુત્રો દ્વારા સામે આવી છે.

મહિસાગર જિલ્લામાં સંતરામપુર લુણાવાડા નજીક ખાનગી બેંકના મેનેજરની હત્યાના મામલે LCB એ આરોપીની ધરપકડ કરી છે. ICICI બેંકના મેનેજરની હત્યા કરી દેવાઈ હતી અને તેનો મૃતદેહ કડાણા નજીકથી મળી આવ્યો હતો. ઘટનાને પગલે મહિસાગર પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરુ કરી હતી. બેંક મેનેજર વિશાલ પાટીલની ગોળી મારીને હત્યા કરી હોવાની વિગતો સુત્રો દ્વારા સામે આવી છે. પોલીસ દ્વારા ઝડપાયેલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Amul ના નામે અંબાજી મંદિર પ્રસાદ માટે નકલી ઘી સપ્લાયનો મામલો, સાબરડેરીના અધિકારીએ કર્યો મોટો ખુલાસો

મેનેજરની કાર સળગેલી હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મૃતદેહ પણ મળી આવતા પોલીસે તપાસ શરુ કરી દીધી હતી. ઘટનામાં એલસીબી અને સંતરામપુર પોલીસ સહિત અલગ અલગ ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવા માટે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીને ઝડપી લેવાની મોટી સફળતા મળી છે. પોલીસે હવે 1 કરોડ 17 લાખની રકમને મામલે પણ પૂછપરછ શરુ કરી છે. કારમાં મેનેજર સાથે આ રકમ હતી અને જે પતરાની પેટી પણ કારમાંથી બળેલી હાલતમાં મળી આવી હતી. આમ લૂંટને ઈરાદે હત્યા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી રહી છે.

મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published on: Oct 04, 2023 09:40 PM
g clip-path="url(#clip0_868_265)">