આયુર્વેદ: આ ખાદ્ય પદાર્થોનું એક સાથે સેવન કરવું હાનિકારક

|

Dec 28, 2020 | 3:12 PM

ઘણા લોકોની આદત હોય છે કે જમતી સમયે ભાણામાં, જમવા સાથે અન્ય વસ્તુઓ પણ લેતા હોય છે. આદત પ્રમાણે ઘણાને અમુક નાસ્તા કે પીણા વગર જમવાનું ભાવતું પણ નથી હોતું. પરંતુ આયુર્વેદ અનુસાર કેટલીક વસ્તુઓને ખોરાક સાથે આરોગવાની મનાઈ છે. ચાલો જાણીએ એ વસ્તુઓ કઈ છે. દૂધ સાથે ક્યારેય ના લેશો આ ખોરાક અડદની દાળ, […]

આયુર્વેદ: આ ખાદ્ય પદાર્થોનું એક સાથે સેવન કરવું હાનિકારક

Follow us on

ઘણા લોકોની આદત હોય છે કે જમતી સમયે ભાણામાં, જમવા સાથે અન્ય વસ્તુઓ પણ લેતા હોય છે. આદત પ્રમાણે ઘણાને અમુક નાસ્તા કે પીણા વગર જમવાનું ભાવતું પણ નથી હોતું. પરંતુ આયુર્વેદ અનુસાર કેટલીક વસ્તુઓને ખોરાક સાથે આરોગવાની મનાઈ છે. ચાલો જાણીએ એ વસ્તુઓ કઈ છે.

દૂધ સાથે ક્યારેય ના લેશો આ ખોરાક
અડદની દાળ, પનીર, ઈંડા, મીટ, અડદની દાળ જમ્યા બાદ દૂધ ના પીવું જોઈએ. લીલા શાકભાજી કે મૂળો ખાધા બાદ પણ દૂધ પીવાની મનાઈ છે. તેમજ પનીર, ઈંડા, મીટ બાદ પણ દૂધ ના પીવું જોઈએ. કેમ કે ત્યાર બાદ પાચનક્રિયામાં તકલીફ આવી શકે છે.

દહીં સાથે ના ખાવો આ વસ્તુઓ

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

ખાટા ફળ
દહીં સાથે ખાટા ફળ ન ખાવા જોઈએ. કેમ કે દહીં અને ખાટા ફળોમાં અલગ અલગ એન્જાઈમ્સ હોય છે. જેને કારણે તે પચતું નથી.

માછલી
દહીં ઠંડો ખોરાક છે. અને માછલીને ગરમ માનવામાં આવે છે. જે કારણે માછલીને દહીં સાથે ના ખાવું જોઈએ.

મધ સાથે શું ના ખાવું ?
મધને ક્યારેય ગરમ કરીને ના ખાવું જોઈએ. તાવ દરમિયાન પણ મધ ના ખાવું જોઈએ. આના કારને શરીરમાં પિત્ત વધી જાય છે. મધ અને માખણ તેમજ મધ અને ઘી એક સાથે ના ખાવું જોઈએ. ખાસ તો પાણી અને મધને મિક્સ કરીને ખાવું ખુબ નુક્શાન કારક છે.

આ વસ્તુઓને પણ એક સાથે ના લેશો
– ઠંડા પાણી સાથે ઘી, તેલ, તરબૂચ, જામફળ, કાકડી, મગફળી અને જાંબુ ના ખાવા.
– ખીર સાથે જવ, દારૂ, ખાટો પદાર્થ અને જેકફ્રૂટ ના ખાવા.
– ભાત સાથે સરકો ના ખાવો.

 

Published On - 2:58 pm, Mon, 28 December 20

Next Article