Surendranagar: જિલ્લા પાલિકા તંત્ર એક્શન મોડમાં, NOC ન હોવાના કારણે 7 શાળા પર કરી આ કાર્યવાહી

|

Sep 23, 2021 | 9:57 AM

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા પાલિકા તંત્રએ NOC ન હોવાના કારણે શાળાઓ પર એક્શન લીધી છે. બાંધકામ મંજૂરી અને ફાયર NOC ન ધરાવતી 7 શાળા સામે એક્શન લેવામાં આવી છે.

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લા પાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યુ છે. બાંધકામ મંજૂરી અને ફાયર NOC ન ધરાવતી 7 શાળા સામે એક્શન લેવામાં આવી છે. એક્શન રૂપે આ શાળાઓના નળ કનેક્શન નગરપાલિકા દ્વારા કાપી નાખવામાં આવ્યા છે. NOC અને બાંધકામ પરમિશનને લઈને નગરપાલિકાના ચીફ ઓફિસર અને ફાયર બ્રિગેડની (Fire Safety) ટીમે આ કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે આવી બાબતે અગાઉ પણ નગરપાલિકાએ એક્શન લીધેલી છે. માહિતી અનુસાર સુરેન્દ્રનગર નગરપાલિકાના તત્રએ આગાઉ પણ અનેક હોસ્પિટલના નળ કનેક્શન કાપી નાખ્યા હતા. ત્યારે NOC ન હોવાના કારણે હવે પાલિકાએ જિલ્લાની શાળાઓ સામે એક્શન લીધી છે. એક્શનના ભાગરૂપે જિલ્લામાં વધુ 7 શાળાઓને પ્રાથમિક સુવિધાથી પાલિકા તંત્રએ બાકાદ કરી છે. બાંધકામ પરમિશન અને ફાયર NOC ના મુદ્દે પાલિકા તંત્રએ નળ કનેક્શન કાપ્યા હોવાનું જણાવ્યું છે.

તો બીજી તરફ અમદાવાદમાં પણ NOC બાબતે કડક પગલા લેવામાં આવ્યા હતા. થોડા દિવસ પહેલા જ અમદાવાદ (Ahmedabad) માં શાળાઓની બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીને (Fire Safety) લઈ ફાયર વિભાગ એક્શનમાં આવી ગયું હતું. અને શહેરની હદમાં ફાયર સેફ્ટી સર્ટિફિકેટ ન ધરાવતી 37 સ્કૂલોને (School) ફાયર બ્રિગેડે બંધ કરવા માટે નોટિસ આપી છે.  ફાયર વિભાગે અગાઉ આ સ્કૂલોને ખ-10 હેઠળ નોટિસ આપી હતી.

 

આ પણ વાંચો: Surat: મજુરાનો તલાટી લાંચ લેતા ઝડપાયો, પેઢીનામું કરવા આટલા હજારની માંગી હતી લાંચ

આ પણ વાંચો: GANDHINAGAR : રાજ્યની નવી સરકારની પ્રથમ કેબીનેટ બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણયો, જાણો વિગતવાર

Published On - 4:49 pm, Wed, 22 September 21

Next Video