AUDA જળજીવન મિશન અંતર્ગત 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડશે

|

Mar 16, 2021 | 10:02 PM

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ( AUDA)  દ્વારા મળેલી બેઠકમાં જળજીવન મિશન અંતર્ગત સરદાર પટેલ રિંગ રોડની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે.

AUDA જળજીવન મિશન અંતર્ગત 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડશે

Follow us on

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ( AUDA)  દ્વારા મળેલી બેઠકમાં જળજીવન મિશન અંતર્ગત સરદાર પટેલ રિંગ રોડની ત્રણ કિલોમીટરની ત્રિજ્યામાં આવતા 45 ગામોને પીવાનું પાણી પૂરું પાડવા માટેના કામને મંજૂરી આપવામાં આવી છે. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ (AUDA)  દ્વારા ઘુમા ટી.પી.સ્કીમ 1,2,3 અને ગામતળ વિસ્તારમાં શુદ્ધ પાણી પૂરું પાડવા માટે સર્વે કરીને જરૂરી નેટવર્ક નાખવા કામગીરી કરવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ ઉપરાંત આ બેઠકમાં નગર રચના યોજના મોટેરા 5-કોટેશ્વરના અંતિમ યોજનામાં ફેરફારની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત સાણંદ નગર યોજના, ત્રાગડ – ઝૂંડાલ, મણિપુર – ગોધાવી, ક્લોલ- બોરિસણામાં નગર યોજનામાં ફેરફાર કરવાની દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ( AUDA)ની મળેલી બેઠકમાં નાણાકીય વર્ષ 2020-21માં આવક-ખર્ચના સુધારેલ અંદાજો અને આગામી નાણાંકીય વર્ષ 2021-22ના આવક ખર્ચના સૂચિત અંદાજોને પણ મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળની મળેલી બેઠક અધ્યક્ષ મુકેશ કુમારની હાજરીમાં મળી હતી.

 

આ પણ વાંચો: Sabarkantha: જિલ્લા અને તાલુકા પંચાયતમાં સત્તાના સુત્રો કોણ કરશે હાંસલ, જાણો કોણે કરી દાવેદારી

Next Article