માનવતાઃ પરીવારજનો પણ તરછોડે છે એવા સમયે પારકાએ આવીને ઉગાર્યા

|

Apr 13, 2021 | 10:41 AM

ગત મોડી રાત્રે, રાજકોટના મવડી વિસ્તારમાં માનવતા મહેકી ( humanity ) ઉઠી હતી. શ્વાસની તકલીફને કારણે રસ્તા પર જ ઢળી પડેલા કોરોના પોઝીટીવ દર્દીને, કોરોના સંક્રમીત થવાના ડર રાખ્યા વિના એક યુવાને પ્રાથમિક સારવાર આપીને જીવ બચાવ્યો

માનવતાઃ પરીવારજનો પણ તરછોડે છે એવા સમયે પારકાએ આવીને ઉગાર્યા
રાજકોટના મવડી વિસ્તારમાં માનવતા મહેકી, કોરોના પોઝીટીવ દર્દીને સંક્રમીત થયાના ડર વિના આપી પ્રાથમિક સારવાર

Follow us on

કોરોનાનો ( corona ) આ એવો કપરો કાળ ચાલી રહ્યો છે કે જ્યા પોતાના હોય તે પણ તરછોડી દે છે. આવા કપરા સમયે પોતાના ને બદલે પારકા આવીને જીવ બચાવી રહ્યાંના ઉતમ ઉદાહરણ ગુજરાતમાં બની રહ્યાં છે. થોડાક દિવસ પૂર્વે વડોદરાના મેડીકલ સ્ટોરના સંચાલકે, કોરોના પોઝીટીવ એવા એક વૃધ્ધને કૃત્રિમ શ્વાસોચ્છવાસ આપીને જીવ બચાવ્યાની ઘટના સામે આવી હતી. આવી જ વધુ એક માનવતા ( humanity ) દાખવવાની પ્રેરણાદાયી ઘટના રાજકોટથી સામે આવી છે.

ગત રાત્રીના રોજ રાજકોટના મવડી વિસ્તારમાં (mavdi area) કોરોના પોઝિટિવ દર્દીને શ્વાસ લેવામાં ભારે મુશ્કેલી પડી રહી હતી. તે સમયે તેમણે 108ને ફોન કર્યો હતો. અને સારવારઅર્થે સિવીલ હોસ્પિટલમાં જવા માટેની તૈયારી કરી હતી. જો કે દર્દીઓને લઈ જવામાં તેમજ દાખલ કરવા માટે લાંબુ વેઇટિંગ હોવાથી 2 કલાક જેટલા સમય સુધી એમ્બ્યુલન્સ આવી ન હતી.

જેના કારણે આ દર્દી ખૂબ જ ગભરાઇ ગયા હતા. સ્થિતિ એટલી નાજૂક હતી કે તેઓ અપૂરતા ઓક્સિજનને કારણે રસ્તા પર જ ઢળી ગયા હતા. તેવા સમયે ત્યાંથી પસાર થયેલા અભય ત્રિવેદી નામના યુવાને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ હતુ. પોતે સંક્રમિત થશે તેવો ડર રાખ્યા વગર, કોરોનાથી પોઝીટીવ એવા આ વ્યક્તિને સહેજ પણ ખચકાટ વીના પમ્પીંગ કરવાનું શરુ કર્યુ હતુ. અને કસરત કરાવી હતી.

ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર

એટલુ જ નહિ 108ના કન્ટ્રોલ રૂમમાં ફોનથી સંપર્ક કરીને, ઘટનાની ગંભીરતા વર્ણાવીને તાકીદે 108 મોકલવા માટે કહ્યું હતું. જો કે ઈમરજન્સીને પામી ગયેલ 108 એ પણ ક્ષણનો વિલંબ કર્યા વિના ઘટનાસ્થળે પહોચી હતી અને શ્વાસની તકલીફને કારણે ઢળી પડેલા કોરોનાના પોઝીટીવ દર્દીને તાત્કાલિક સિવીલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં આ દર્દીની તબિયત સુધારા પર છે.

રાજકોટમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ જ નાજુક છે. બહુધા ખાનગી હોસ્પિટલમાં બેડ ફુલ છે. જ્યારે સરકારી એવી સિવીલ હોસ્પિટલમાં પણ દર્દીને દાખલ કરવા બાબતે વેઇટિંગ ચાલી રહ્યુ છે, તેવા સમયે લોકો ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યા છે.

Next Article