અસિત વારોનું ગૌણસેવા પસંદગી મંડળના ચેરમેન પદેથી રાજીનામુ, આઈ. કે.જાડેજા અને બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ

|

Feb 07, 2022 | 5:33 PM

પેપરલીક કૌભાંડમાં વિવાદાસ્પદ રહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન આસિત વોરાએ આખરે રાજીનામું આપ્યું છે. આ સાથે વધુ 3 બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લેવાયા છે. જેમાં આસિત વોરા સિવાય આઈ. કે.જાડેજા અને બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ લેવાયું છે.

પેપરલીક કૌભાંડમાં (Paper leak case) વિવાદાસ્પદ રહેલા ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના (GSSSB) ચેરમેન આસિત વોરાએ (Asit Vora)આખરે રાજીનામું (Resignation)આપ્યું છે. આ સાથે વધુ 3 બોર્ડ નિગમના ચેરમેનના રાજીનામા લેવાયા છે. જેમાં આસિત વોરા સિવાય આઈ. કે.જાડેજા અને બળવંતસિંહ રાજપૂતનું પણ રાજીનામુ લેવાયું છે.

12 ડિસેમ્બરે યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું, જે બાદ આસિત વોરાના રાજીનામાની માગ ઉઠી હતી

અગાઉ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું. આ પર્દાફાશ થયા બાદ સરકારમાં દોડધામ થઇ ગઇ હતી. જે બાદ અસિત વોરાની હકાલપટ્ટી કરવાની માંગ ઉગ્ર બની હતી. રાજ્યભરમાં AAP તથા CONGREE દ્વારા આ મામલે વિરોધ પ્રદર્શન કરાયું હતું. બીજી તરફ સરકાર અસિત વોરાને છાવરી રહી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.

અસિત વોરાના (Asit Vora) સમયગાળામાં 2 પેપર ફૂટ્યા
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાના કાર્યકાળમાં બે વખત પેપર ફૂટવાની ઘટના બની ચૂકી હતી. જેમાં તાજેતરમાં જ 12 ડિસેમ્બર 2021ના રોજ યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ પહેલા 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થયું હતું. આ બંને વખતે અસિત વોરા જ GSSSBના ચેરમેન હતા.

 

આ પણ વાંચો : Vadodara: રસીકરણથી કોરોનાની ઘાતકતા ઓછી થવા સાથે ત્રીજી લહેરનો સમયગાળો પણ ઓછો થશે

આ પણ વાંચો : અમદાવાદ : ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસના આરોપી મૌલવી કમરગનીના 9 દિવસના રિમાન્ડ મંજૂર

Published On - 4:47 pm, Mon, 7 February 22

Next Video