Amreli ના બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, 322 જેટલા ખેડૂતો કરશે મતાધિકારનો ઉપયોગ

|

Mar 12, 2021 | 3:21 PM

Amreli : મતદાન મથક પર ખેડૂતોએ લાઈનો લગાવી હતી અને તંત્ર દ્વારા સેનેટાઇઝર, માસ્ક સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી.

Amreli ના બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી, 322 જેટલા ખેડૂતો કરશે મતાધિકારનો ઉપયોગ

Follow us on

અમરેલી (Amreli) જિલ્લાના આર્થિક રીતે સધ્ધર ગણાતા બાબરા માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઇ. સવારથી જ ખેડૂત મતદારો મતદાધિકારનો ઉપયોગ કરવા માટે યાર્ડ ખાતેના મતદાન મથક પર પહોંચ્યા. મતદાન મથક પર ખેડૂતોએ લાઈનો લગાવી હતી અને તંત્ર દ્વારા સેનેટાઇઝર, માસ્ક સહિતની વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી હતી. બાબરા યાર્ડની કુલ 16 બેઠક પર ચૂંટણી યોજાઇ હતી.

 

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ચૂંટણી પહેલા વેપારી પેનલની 4 બેઠક અને ખરીદ વેચાણ વિભાગની 2 બેઠક વર્તમાન ચેરમન જીવાજી રાઠોડની ખેડૂત વિકાસ પેનલ બિનહરીફ થઈ હતી. ખેડૂત વિભાગની 10 બેઠક માટે ચૂંટણીનું મતદાન યોજાયું હતું. 10 બેઠક માટે વર્તમાન ચેરમેન પ્રેરિત ખેડૂત વિકાસ પેનલના 10 ઉમેદવારો મેદાને છે. જ્યારે સામે 9 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. 322 જેટલા ખેડૂત મતદારો આજે મતદાન કરશે અને તમામ ઉમેદવારોના ભાવિ નક્કી થશે. સવારથી જ મતદારોમાં સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા સુધીમાં 47 ટકાથી વધુ મતદાન નોંધાઈ ચૂક્યું છે. અને 147 જેટલા ખેડૂત મતદારોએ મતદાન કર્યું છે. સાંજના 5 વાગ્યા સુધી મતદાન પ્રક્રિયા ચાલશે. ઉત્સાહ પૂર્વક ખેડૂતો મતદાન કરી રહ્યા છે. આવતીકાલે ચૂંટણીનું પરિણામ જાહેર થશે અને તમામ ઉમેદવારોનું ભાવી નક્કી થશે.

Next Article