Arvalli : ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન અથવા નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા ટેન્ડર (Tender) જાહેર કરવામાં આવ્યુ છે. યોગ્ય શ્રેણીમાં નોંધાયેલા માન્ય ઇજારદારો પાસેથી ગુજરાત રાજ્યના રાજ્યપાલ વતી કાર્યપાલક ઇજનેર, સિંચાઇ યોજના વિભાગ, મોડાસા, અરવલ્લી જિલ્લા દ્વારા ઇ-ટેન્ડરિંગ પદ્ધતિથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
આ પણ વાંચો- Tender Today : ESRના રિકન્સ્ટ્રકશન સહિત વોટર સપ્લાય પ્રોજેક્ટના કામ માટે માટે લાખો રુપિયાનું ટેન્ડર જાહેર
વાત્રક યોજનાના સ્પીલવેના પીયર તથા NOF અપસ્ટ્રીમમાં એપોક્સી પ્લાસ્ટર તથા કોન્કેટ કરવાના કામ (બીજો પ્રયત્ન) માટે આ ટેન્ડર જાહેર કરવામાં આવ્યુ છે. ટેન્ડરની અંદાજીત રકમ-985352 રુપિયા છે. આ ટેન્ડર વેબસાઇટ www.nprocure.com પરથી ડાઉનલોડ કરી ભરીને અપલોડ કરી શકાશે. ટેન્ડર ફી તથા અન્ય દસ્તાવેજ ટેન્ડર ભરવાની છેલ્લી તારીખથી 7 દિવસમાં રજૂ કરવાના રહેશે. ટેન્ડરમાં કોઇ સુધારા વધારા કરવાની જરુર પડશે તો www.nprocure.com ઉપર જ તેની વિગતો જોવા મળશે.
ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો