ST અમારી ‘જોખમી’ સવારી બની! અરવલ્લીમાં એક બસમાં 140 પેસેન્જર ભરાતા મુસાફરો વિફર્યા, જુઓ

| Updated on: Dec 18, 2023 | 3:40 PM

અરવલ્લી જિલ્લામાં એસટી બસને લઈ સમસ્યાઓનો સામનો સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. મોડાસા તાલુકાના જ અંતરિયાળ વિસ્તારના લોકોએ અને વિદ્યાર્થીઓએ સવારે અને સાંજે ખીચોખીચ ભરેલી એસટી બસમાં સવારી કરવી પડે છે. પગ મુકવાની જગ્યા ના હોય એવી બસમાં પરાણે ભીડમાં જોડાવવું પડે છે. જેને લઈ દધાલીયા ગામના લોકોએ વિરોધ નોંધાવી બસને રોકી હતી.

અરવલ્લી જિલ્લામાં એસટી બસને લઈ સમસ્યાઓનો સામનો સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. મોડાસા તાલુકાના જ અંતરિયાળ વિસ્તારના લોકોએ અને વિદ્યાર્થીઓએ સવારે અને સાંજે ખીચોખીચ ભરેલી એસટી બસમાં સવારી કરવી પડે છે. પગ મુકવાની જગ્યા ના હોય એવી બસમાં પરાણે ભીડમાં જોડાવવું પડે છે. જેને લઈ દધાલિયા ગામના લોકોએ વિરોધ નોંધાવી બસને રોકી હતી.

જિલ્લાના અંતરિયાળ વિસ્તારના લોકો પારાવાર પરેશાનીઓનો સામનો કરે છે, અને જેમાંથી એક વાહન વ્યવહારની સુવિધા છે. મોડાસા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં એસટીની રામાયણથી લોકો કંટાળ્યા છે. આ દરમિયાન સવારે એસટી બસમાં સવાસો કરતા વધારે મુસાફરો એ મુસાફરી કરવાની મજબુરીનો સામનો કરવો પડે છે. આવી જ રીતે 140 પેસેન્જરો સોમવારે અંતોલી-અમદાવાદ એસટી બસમાં ભરાતા મુસાફરો અને સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને બસને અટકાવી દીધી હતી. એક તરફ એસટી તંત્ર નવી બસો અને નવા રુટ ફાળવણી કરવાની વાતો કરે છે, બીજી તરફ લોકોને બસમાં બેસવુ તો ઠીક પગ મુકી ના શકાય એટલી ભીડનો સામનો કરવો પડે છે.

મંગળવારથી બસ વધારાશે

પગ ના મુકી શકાય એટલી ભીડ હોવાને પગલે સોમવારે દધાલીયા ગામમાં એસટી બસને રોકીને વિરોધ કરવામાં આવ્યો હતો. અંતોલી અમદાવાદ જતી એસટી બસમાં 140 મુસાફરોની સંખ્યા થઈ હતી. જે દરરોજ સામાન્ય રીતે સવાસોની આસપાસ બસમાં ભરાય છે. જોખમી સવારી ભરીને નિકળેળી બસને લઈને મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો અને સ્થાનિકોએ બસને રોકીને ડેપો મેનેજરને ફરિયાદ કરી હતી. ટીવી9માં સમાચારથી વિસ્તારનો અવાજ ઉઠ્યા બાદ હવે ડેપો મેનેજરે વધુ એક બસ ફાળવવાની વાત કરી છે. મંગળવારથી વધુ એક બસ રુટ શરુ કરવામાં આવશે એવો ભરોસો આપ્યો છે. મેનેજર હર્ષદ પટેલે ટીવી9 સાથે વાતચીત કરતા કહ્યુ હતુ કે, વધુ એક બસ અમે શરુ કરીશું અને સમસ્યાનું નિવારણ લાવીશું.

એક તરફ એસટી અમારી અને સલામત સવારીની વાત કરવામાં આવે છે, બીજી તરફ અહીં અંતરિયાળ વિસ્તારમાં એસટી અમારી જોખમી સવારીના જેમ જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓ ને શાળા અને કોલેજમાં જવાને લઈ મુશ્કેલી સર્જાય છે. વિદ્યાર્થીનીઓએ મજબૂરીવશ બસની ભીડમાં સામેલ થવું પડે છે. આવી સ્થિતિને લઈ સ્થાનિકોમાં રોષ ફેલાયો હતો. આ માટે સ્થાનિકથી લઈને ઉચ્ચ સ્તરે અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ નથી આવી રહ્યો.

આ પણ વાંચોઃ  IPL 2024 ની હરાજીમાં ગુજરાતના આ ખેલાડીઓના કિસ્મત ચમકશે! જુઓ યાદી

 

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 18, 2023 03:40 PM