અરવલ્લી (Aravalli) અને સાબરકાંઠા (Sabarkantha) જીલ્લામાં છેલ્લા દશેક દિવસથી આવન જાવન વાળા વરસાદમાં, પણ જળાશયો (Reservoir) માં કેટલાક અંશે આવકો નોંધાઇ છે. જેને લઇને હવે પિવાના પાણીની સમસ્યામાં મહંમદ અંશે રાહત મળી શકશે. બંને જીલ્લાના મહત્વના જળાશયોમાં છેલ્લા એક સપ્તાહ દરમ્યાન નોંધપાત્ર આવક સ્થાનિક અને ઉપરવાસમાં વરસાદને પગલે નોંધાઇ છે.
અરવલ્લી અને સાબરકાંઠા જીલ્લાના લોકો માટે પિવાના પાણીને લઇને હાશકારો થઇ શકશે. આ ઉપરાંત સિંચાઇના પાણી માટે પણ રવિ સિઝનમાં થોડી ઘણી રાહત સર્જાઇ શકે છે. મહત્વના જળાશયોમાં છેલ્લા કેટલાક દિવસો દરમ્યાન નવી આવકો નોંધાવાને લઇને આ રાહત સર્જાઇ છે.
હિંમતનગર (Himatagar) શહેર અને આસપાસના ગામડાઓને પિવાનુ પાણી આપવામાં આવે છે તે, ગુહાઇ જળાશયમાં પણ પિવાના પાણીની સંકટ ભરી સ્થિતી વચ્ચે પાણીની આવક થઇ છે. આ ઉપરાંત મોડાસા (Modasa) ના માઝૂમ જળાશય (Mazam Reservoir ) માં પણ જળ ઝથ્થો 70 ટકાએ પહોંચતા રાહત સર્જાઇ છે.
સિંચાઇ વિભાગના નાયબ એક્ઝ્યુકીટીવ એન્જીનીયર અર્પિત પટેલે કહ્યુ હતુ, છેલ્લા કેટલાક દિવસથી થયેલા વરસાદને લઇને નવા પાણીની આવકો જળાશયોમાં નોંધાઇ છે. જેનાથી પિવાના પાણીને લઇને રાહત રુપ આવક થઇ છે. વાત્રક, ગુહાઇ, માઝૂમ અને મેશ્વો જેવા મહત્વના જળાશયોમાં પાણીની નવી આવકો નોંધાઇ છે.
સાબરકાંઠા જીલ્લામાં હાથમતી જળાશયમાં જળ ઝથ્થો 42 ટકાએ પહોંચતા રવિ સિઝનમાં ખેડૂતોને થોડાક ઘણાં અશે રાહત આપી શકવાની આશા બંધાઇ છે. ગુહાઇ જળાશય યોજના ચોમાસાની શરુઆતે સાવ તળીયા ઝાટક જેવી સ્થિતીમાં હતો એ 14 ટકા એ પહોંચ્યો છે. જેમાં નવી આવક થઇ રહી છે. હાથમતી જળાશયમાં 3.37 ટકા નો નવો જળઝથ્થો છેલ્લા 10 દિવસમાં નોંધાયો છે. જ્યારે ખેડવામાં 3.76 ટકા નવા પાણીની આવક છેલ્લા 10 દિવસમાં થઇ છે.
અરવલ્લી જીલ્લામાં વાત્રક જળાશયમાં છેલ્લા ત્રણેક દિવસ દરમ્યાન નવી આવકો સારી થઇ હતી. જેને લઇને વાત્રક જળાશયમાં 10 દિવસમાં 11 ટકા પાણીનો વધારો નોંધાયો છે. માઝૂમ જળાશયમાં 10 દિવસમાં 13.62 ટકાનો વધારો નોંધાયો છે. વૈડી જળાશયમાં 10 દિવસમાં 33.75 ટકાનો વધારો નોંધાયો છે. જ્યારે મેશ્વો જળાશયમાં 12.87 ટકાનો વધારો નોંધાયો છે.
ગુહાઇ જળાશય 14.87 ટકા
હાથમતી જળાશય 42.16 ટકા
હરણાવ-2 જળાશય 62.81 ટકા
ખેડવા જળાશય 75.39 ટકા
ગોરઠીયા જળાશય 94.58 ટકા
વાત્રક જળાશય 46.73 ટકા
માઝૂમ જળાશય 70.21 ટકા
મેશ્વો જળાશય 70.34 ટકા
વૈડી જળાશય 92.98 ટકા
વારાંશી જળાશય 64.66 ટકા