રાજસ્થાનમાં ચુંટણી પ્રચાર હવે ધમધમવા લાગ્યો છે. રાજ્યમાં ચુંટણી પ્રચાર કાર્ય ધમધમવા લાગ્યુ છે, ત્યાં હવે ગુજરાત કોંગ્રેસના કેટલાક આગેવાનો અને પૂર્વ ધારાસભ્યની આગેવાની હેઠળ રાજસ્થાન પહોંચશે. જયાં તેઓ કોંગ્રેસની જીત માટે મદદ નહીં પરંતુ કોંગ્રેસના કદાવર ગણાતા નેતાને હરાવવા માટે મેદાને પડશે. અરવલ્લી જિલ્લાના સહકારી આગેવાન અને બાયડના પૂર્વ ધારાસભ્ય અને આગેવાનો સાથે કેકરી વિધાનસભા ક્ષેત્રમાં પહોંચશે.
કેકરી વિધાનસભા ક્ષેત્રમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુજરાત કોગ્રેસના પૂર્વ પ્રભારી ડો રઘુ શર્મા મેદાને છે. તેઓ વર્તમાન ધારાસભ્ય આ બેઠક પરથી છે. ડો શર્મા ગુજરાત કોંગ્રેસના પ્રભારી હોવા દરમિયાન જ કોંગ્રેસે 182માંથી 17 બેઠક પર જ જીતની શરમજનક હાર મેળવી હતી. જોકે હવે ડો રઘુ શર્માને કેકરી વિધાનસભા વિસ્તારમાં પોતાના હરીફની સાથે હવે ગુજરાત કોંગ્રેસના કેટલાક આગેવાનો પડકાર બનશે.
કોંગ્રેસને માટે હવે પડકાર બનીને ગુજરાતથી મોટી ટીમ રાજસ્થાન પહોંચી શકે છે. જેમાં કોંગ્રેસની ગુજરાતથી પહોંચનારી આ ટીમ ખાસ કરીને ડો. રઘુ શર્માની સામે પડશે. કોંગ્રેસના દિગ્ગજ નેતા ડો. શર્માને હરાવવા માટે સામે પડશે. બાયડના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય જશુ પટેલે કહ્યુ હતુ કે, કેટલાક આગેવાનો રાજસ્થાન પહોંચી રહ્યા છે. તેઓ પણ રાજસ્થાન પહોંચશે અને જ્યાં રઘુ શર્માને હરાવવા માટે પ્રયાસ કરશે.
બાયડના પૂર્વ ધારાસભ્યે આક્ષેપ કરતા મીડિયાને કહ્યુ હતુ કે, જગદીશ ઠાકોર અને રઘુ શર્માએ ગુજરાતમાં કોંગ્રેસનો સોદો કર્યો હતો. જેને લઈ હવે ગુજરાતમાં કોંગ્રેસને હરાવનારા નેતાને રાજસ્થાનમાં હરાવવા માટે પહોંચવામાં આવશે. જ્યાં હાલમાં અનેક આગેવાનો રાજસ્થાન પહોંચી રહ્યા છે. જશુ પટેલ બાયડ વિધાનસભા બેઠકના ધારાસભ્ય 2019ની પેટા ચૂંટણીમાં જીત્યા હતા. 2022 ની ચૂંટણીમાં કોંગ્રેસે તેમની ટિકિટ કાપીને શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને બાયડ બેઠકની ટિકિટ આપી હતી.
आज केकड़ी विधानसभा क्षेत्र से कांग्रेस प्रत्याशी के रूप में अपना नामांकन दाखिल किया।आज हज़ारों की संख्या में पधारे केकड़ी विधानसभा क्षेत्र की देवतुल्य जनता के द्वारा दिया गया आशीर्वाद एवं स्वागत सत्कार से अभिभूत हूँ।आशा करता हूँ कि ये जोश,उत्साह, प्रेम और आशीर्वाद इसी प्रकार मुझ… pic.twitter.com/qvevztSq4N
— Dr. Raghu Sharma (@RaghusharmaINC) November 6, 2023
રાજસ્થાનના કેબિનેટ પ્રધાન પદે રહી ચુક્યા છે. રઘુ શર્મા વર્ષ 2013 માં 8867 મતથી ભાજપના શત્રુઘ્ન ગૌતમ સામે હાર્યા હતા. જ્યારે વર્ષ 2018માં તેઓ 19,461 મતથી કેકરી વિધાનસભા બેઠક પરથી ભાજપના રાજેન્દ્ર વિનાયક સામે જીત્યા હતા. અજમેર લોકસભા બેઠક પરથી રઘુ શર્મા સાંસદ તરીકે પણ એકવાર ચુંટાયા હતા. રઘુ શર્માએ ગત 6 નવેમ્બરે ઉમેદવારી પત્ર ભર્યુ છે અને હાલમાં તેઓ ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસ ખેડીને ચૂંટણી પ્રચાર ખેડી રહ્યા છે.
Published On - 11:27 am, Fri, 10 November 23