પ્રેમિકાને ફરીથી પામવા માટે પ્રેમીએ યુવતીને કારથી કચડીને હત્યા કરી દીધી, પોલીસે શરુ કરી તપાસ

|

Jun 05, 2023 | 9:32 PM

Aravalli: પ્રેમિકાએ ફરીથી પ્રેમસંબંધ નહીં બાંધતા યુવકે તેના પતિને કાર નિચે કચડીને હત્યા કરી દીધી હતી. અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે આ ઘટના અંગે ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

પ્રેમિકાને ફરીથી પામવા માટે પ્રેમીએ યુવતીને કારથી કચડીને હત્યા કરી દીધી, પોલીસે શરુ કરી તપાસ
પ્રેમિકાના પતિને પ્રેમીએ કાર નિચે કચડી હત્યા કરી

Follow us on

પ્રેમિકાએ ફરીથી પ્રેમસંબંધ નહીં બાંધતા યુવકે તેના પતિને કાર નિચે કચડીને હત્યા કરી દીધી હતી. અરવલ્લી જિલ્લાના શામળાજી પોલીસે આ ઘટના અંગે ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે. આરોપી યુવક ઈશ્વર તરાર ભિલોડા તાલુકાની એક યુવતી સાથે પ્રેમસંબંધે બંધાયો હતો. ત્યાર બાદ આરોપી યુવક પ્રેમિકાને ત્રણેક મહિના માટે પોતાની સાથે લઈ ગયા બાદ પરત મુકી ગયો હતો. પ્રેમિકા પરીણિત યુવતી સાથે ફરીથી પ્રેમ સંબંધ બાંધવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ યુવતીએ ફરીથી સંબંધ નહીં બાંધતા યુવકે તેના પતિની જ હત્યા કરી દીધી હોવાનુ સામે આવ્યુ છે.

શામળાજી પોલીસે આ અંગે ફરીયાદ નોંધીને તપાસ શરુ કરી છે. શામળાજી પોલીસ સ્ટેશનની હદમાં રાજસ્થાન અને ગુજરાત રાજ્યની બોર્ડર વિસ્તારના અંતરીયાળ રોડ પર આરોપી યુવકે કાર યુવક પર ચઢાવી દઈને હત્યા કરી હતી. હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસ કરવાના ઈરાદે કાર વડે કચડીને મોત નિપજાવ્યુ હોવાનુ પ્રાથમિક રીતે માનવામાં આવી રહ્યુ છે.

પ્રેમિકાને પામવા પતિની હત્યા

રાજસ્થાન સરહદ વિસ્તારમાં આવેલ રાવતાવાડા નજીક દહેગામડા રોડ પર યુવકને બપોરના ત્રણેક વાગ્યાના અરસા દરમિયાન કચડી નાંખવામાં આવ્યો હોવાની જાણકારી શામળાજી પોલીસને મળી હતી. પોલીસે પ્રાથમિક તપાસ બાદ હત્યાનો ગુનો નોંધીને કાર્યવાહી શરુ કરી છે. રાજસ્થાનના વિંછીવાડા તાલુકાના ડેડલી ઉપલા ફળા ગામનો યુવક ઈશ્વર તરાલ શામળાજી નજીકના ગ્રામ્ય વિસ્તારની પરિણીતા સાથે પ્રેમ સંબંધમાં બંધાયો હતો. તેણે પ્રેમજાળમાં ફસાવીને પોતાની સાથે પાંચેક મહિના અગાઉ ભગાડી ગયો હતો. જ્યાં પોતાની સાથે ત્રણેક મહિના માટે રાખી હતી. ત્યાર બાદ તે પરત યુવતીને તેના પિયરમાં મુકી ગયો હતો.

જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો
Whatsapp પર અજાણ્યા નંબર પરથી વારંવાર આવે છે મેસેજ? તો કરી લો બસ આટલું

આ પણ વાંચોઃ પિતાએ ફાંસો ખાઈ લેતા માતા વિનાની 6 વર્ષની દીકરી અનાથ બની, મહિલા PSI એ નિભાવી જવાબદારી

પિયરીયાઓની સમજાવટથી લગ્ન સંસાર સાચવવા માટે યુવતીએ યુવક ઈશ્વર તરાલ સાથેના સંબંધોને તોડી દીધા હતા. તેણે પ્રેમસંબંધ તોડી દીધા બાદ ઈશ્વર વારંવાર યુવતીનો પિછો કરતો હતો, યુવતી દ્વારા ના પાડવા છતાં પણ તે અનેકવાર પિછો કરવાનુ જારી રાખ્યુ હતુ. મહિલા ને સતત ફોન કરીને પોતાની સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કરતો હતો. આમ છતાં પણ યુવતીએ લગ્ન સંસાર સાચવવા માટે યુવકની અંતર બનાવી લીધુ હતુ. આમ તેની અદાવતમાં તેના પતિની હત્યા કરી દીધી હતી.

આરોપી ઈશ્વરે વારંવાર દબાણ કરવા છતાં સંબંધો ફરીથી નહી બંધાતા આખરે તેના પતિની જ હત્યા કરી દીધી હતી. ઈશ્વરે યુવતીના પતિને કારથી ટક્કર મારી દીધી હતી અને બાદમાં રિવર્સ કરીને કારને યુવકીની પર ચઢાવી દઈને કચડી નાંખ્યો હતો. આમ પ્રેમિકાના પતિને ઘટમના સ્થળે જ કચડી નાંખીને હત્યા કરી દીધી હતી.

 

આ પણ વાંચોઃ WTC Final મેચ ડ્રો જવાની સ્થિતીમાં કોણ બનશે ચેમ્પિયન? ભારત કે ઓસ્ટ્રેલિયા, જાણો શુ છે નિયમ

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:29 pm, Mon, 5 June 23

Next Article