Gujarat માં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પ્રોત્સાહન, અરવલ્લીમાં ખેડૂતોને માહિગાર કરાયા

|

Jun 07, 2022 | 8:05 PM

અરવલ્લી(Aravalli) જિલ્લાના ભિલોડા અને મેઘરજ તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભિલોડા તાલુકા નો કાર્યક્રમ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે અને મેઘરજ તાલુકાનો કાર્યક્રમ તાલુકા પંચાયતની રચના સભાખંડ ખાતે યોજાયો હતો.

Gujarat માં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પ્રોત્સાહન, અરવલ્લીમાં ખેડૂતોને માહિગાર કરાયા
Arvalli Natural Farming Meeting

Follow us on

ગુજરાતના (Gujarat) ખેડૂતો (Farmers)ધીરે ધીરે પ્રાકૃતિક ખેતી( Natural Farming) પર આગળ વધે તે માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. જેમાં ભાગરૂપે ઉત્તર ગુજરાતના અનેક જિલ્લાઓમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ માટે પ્રોત્સાહન આપવા માટે ખેતીવાડી વિભાગ કાર્યરત થયો છે. જેના ભાગરૂપે અરવલ્લી(Arvalli ) જિલ્લાના તમામ સરપંચઓ અને ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ પદ્ધતિથી માહિતગાર કરવામાં આવ્યા હતા. જેની મેટ ભારત સરકાર દ્વારા મેનેજ હૈદરાબાદની રાષ્ટ્રીય કક્ષાની નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે.રાજ્યકક્ષાએ સમિતિને એજન્સી તરીકે નિયુક્ત કરેલ છે.

ભિલોડા અને મેઘરજ તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરવાનો ઓનલાઇન કાર્યક્રમ યોજાયો હતો.જેમાં ભિલોડા તાલુકા નો કાર્યક્રમ મકાઈ સંશોધન કેન્દ્ર ખાતે અને મેઘરજ તાલુકાનો કાર્યક્રમ તાલુકા પંચાયતની રચના સભાખંડ ખાતે યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી ઓનલાઇન માધ્યમથી તેમ જ ઓફલાઈન માધ્યમથી પણ જોડાયેલા હતા. જેમાં આત્મા પ્રોજેક્ટ અધિકારી અન્ય કર્મચારીઓ,સંશોધન વૈજ્ઞાનિકશ્રી, તેમજ પ્રાકૃતિક ખેતી ના સંયોજક, સહસયોજક, અને પ્રગતિશીલ ખેડૂતોને દ્વારા તાલુકાના હાજર રહેલ તમામ સરપંચઓને પ્રાકૃતિક ખેતી થી માહિતગાર કર્યા હતા. તેમજ ભિલોડા અને મેઘરજપંથકના માં કુલ 70 જેટલા કર્મચારીઓ ભાગ લીધો હતો આ જ રીતે તારીખ ના રોજ બાયડ માલપુર મોડાસા ધનસુરા તાલુકામાં આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘નેશનલ કોનકલેવ ઓન નેચરલ ફાર્મિંગ ‘ના કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિ નું મહત્વ અને તેની હાલની જરૃરિયાત ધ્યાને લઇ દરેક ગ્રામ પંચાયતના એક ગામમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ખેડૂતો ખેતી કરતા થાય તો આ પદ્ધતિનો સરળતાથી વ્યાપ વધી શકે તેમ જણાવ્યું છે.

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024
પતિની હારથી નહિ આ કારણે ટેન્શનમાં જોવા મળી ધનશ્રી વર્મા
એક્સપાયરી ડેટ પછી ફેકી ન દેતા આ વસ્તુઓ, જાણો ક્યાં કરી શકો છો ઉપયોગ

 

Published On - 7:54 pm, Tue, 7 June 22

Next Article