ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લીમાં રાજ્ય સ્તરીય ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી

|

Aug 14, 2022 | 10:59 PM

અરવલ્લી(Arravalli)જિલ્લાના મોડાસા(Modasa) ખાતે યોજાયેલા 'એટ હોમ સ્નેહમિલન' કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી

ગુજરાતમાં સ્વાતંત્ર્ય પર્વની અરવલ્લીમાં રાજ્ય સ્તરીય ઉજવણી, CM ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી
Gujarat Cm Bhupendra Patel Wish People On Eve Of Independence Day

Follow us on

ગુજરાતના(Gujarat)રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે  સ્વાતંત્ર્ય પર્વની( Independence Day 2022) પૂર્વ સંધ્યાએ અરવલ્લી (Arravalli) જિલ્લાના મોડાસા (Modasa) ખાતે યોજાયેલા ‘એટ હોમ સ્નેહમિલન’ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે   નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશ આઝાદીનો અમૃત મહોત્સવ મનાવી રહ્યો છે ત્યારે સૌ નાગરિકો રાષ્ટ્ર સર્વોપરિના ભાવ સાથે જવાબદાર નાગરિક બનીએ. તેમણે સ્વાતંત્ર્ય સેનાનીઓના સપનાના મહાન રાષ્ટ્રનું નિર્માણ કરવા સૌ નાગરિકોને સંકલ્પ થવા અનુરોધ કર્યો હતો.રાજ્યપાલએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્મઠ નેતૃત્વમાં આજે સમગ્ર દેશ પૂર્ણ સમર્પણ ભાવ સાથે શહીદો પ્રત્યે શ્રેષ્ઠ સન્માન ભાવ સાથે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ગૌરવભેર જોડાઈને રાષ્ટ્રનિર્માણની નવી ચેતના પ્રસ્તુત કરી છે.

ઇતિહાસ પુરુષોને ભૂલતો નથી એ દેશ શ્રેષ્ઠ પ્રગતિ કરે છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પુરાતન એવી અરવલ્લી પર્વતમાળાની ગોદમાં વસેલો અરવલ્લી જિલ્લો પ્રાકૃતિક સૌંદર્યથી સંપન્ન છે. અહીના નાગરિકોના દિલ વિશાળ છે. રાજ્યપાલએ શિક્ષણ ક્ષેત્રે મોડાસા પંથકના અનેરા પ્રદાનની પણ નોંધ લીધી હતી.રાજ્યપાલએ જણાવ્યું હતું કે, ગુજરાતની ધરાએ મહાત્મા ગાંધી, દેશને એકતાના સૂત્રથી બાંધનારા સરદાર પટેલ, મહાન સમાજ સુધારક દયાનંદ સરસ્વતી જેવા મહાન પુરુષોને જન્મ આપ્યો છે. તેમણે 1857  થી 1947  સુધી દેશની આઝાદી માટે સ્વાર્પણ કરનારા વીર નાયકોને શ્રદ્ધાંજલિ પાઠવતા એમ પણ જણાવ્યું હતું કે, જે દેશ પોતાના ઇતિહાસ અને ઇતિહાસ પુરુષોને ભૂલતો નથી એ દેશ શ્રેષ્ઠ પ્રગતિ કરે છે.

સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યપાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રપટેલના નેતૃત્વમાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે, ત્યારે દેશના વિકાસમાં સૌ નાગરિકો યોગદાન આપી પોતાનું કર્તવ્ય બજાવે. રાજ્યપાલએ આ પ્રસંગે નાગરિકોને વૃક્ષારોપણ કરવા અને વૃક્ષોનું જતન કરવા, પ્રત્યેક જિલ્લામાં ૭૫ તળાવનું નિર્માણ કરવાના વડાપ્રધાન શ્રીના આહ્વાનને સાકાર કરવા, સ્વસ્થ જીવન તેમજ ખેડૂતોની ઉન્નતિ માટે પ્રાકૃતિક કૃષિ અપનાવવા સૌને અનુરોધ કરી  સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ અવસરે અરવલ્લી જિલ્લાના પ્રભારી મંત્રી કુબેરભાઈ ડિંડોર, સર્વે સાંસદઓ, ધારાસભ્યઓ, મુખ્ય સચિવ પંકજ કુમાર, રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, અરવલ્લી જિલ્લા કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, સનદી અધિકારીઓ, રાજ્ય સરકારના પદાધિકારીઓ, અરવલ્લી નગરપાલિકાના સભ્યો, સ્વાતંત્ર્ય સેનાનીઓ તેમજ જિલ્લાના અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Published On - 10:49 pm, Sun, 14 August 22

Next Article