Aravalli: મેઘરજમાં શ્વાનનો આતંક, 6 રાહદારીઓને બચકા ભરતા હોસ્પિટલ ખસેડ્યા

|

Jul 04, 2023 | 8:55 PM

Aravalli: મેઘરજમાં સ્ટેટ બેંક વિસ્તારમાં શ્વાને પસાર થતા રાહદારીઓને બચકા ભર્યા હતા. 6 જેટલા રાહદારીઓને બચકા ભરવાને લઈ તેઓને સારવાર માટે ખસેડવા પડ્યા હતા.

Aravalli: મેઘરજમાં શ્વાનનો આતંક, 6 રાહદારીઓને બચકા ભરતા હોસ્પિટલ ખસેડ્યા
Dog bites 6 people in Meghraj

Follow us on

અરવલ્લી જિલ્લાના મેઘરજમાં શ્વાનને હડકવા ઉપડવાને લઈ બચકા ભર્યા છે. મેઘરજમાં સ્ટેટ બેંક વિસ્તારમાં શ્વાને પસાર થતા રાહદારીઓને બચકા ભર્યા હતા. 6 જેટલા રાહદારીઓને બચકા ભરવાને લઈ તેઓને સારવાર માટે ખસેડવા પડ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા શ્વાનથી લોકોને બચાવવા માટે પ્રયાસો કરવા છતાં શ્વાનનો આતંક જારી રહ્યો હતો. 6 જેટલા સ્થાનિક રાહદારીઓને શ્વાને બચકા ભરીને ઈજાઓ કરી છે. ઈજાને લઈ પિડીતોને સ્થાનિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

સ્થાનિક મદની સોસાયટી વિસ્તારમાં શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે. ઘટના બાદ સ્થાનિક ગ્રામ પંચાયત પર લોકોનો રોષ ઉકળી ઉઠ્યો છે. શાળાએ જતા બાળકોને શ્વાનને હડકવા ઉપડવાને લઈ ડર હુમલો કરવાનો ડર સતાવી રહ્યો છે. જેને લઈ પંચાયત દ્વારા શ્વાનને ઝડપી લેવા માટે માંગ કરી છે. જોકે હજુ સુધી આ અંગે કોઈ ખાસ પગલા ભરવા માટે કાર્યવાહી શરુ કરી નથી.

શ્વાનને લઈ સ્થાનિકો પરેશાન

વિસ્તારમાં સ્થાનિક લોકો શ્વાનના આતંકને પરેશાન બની ગયા છે. એક તરફ ચોમાસાને લઈ રસ્તાઓની પરેશાની છે, બીજી તરફ રસ્તા પર જતા રાહદારીઓ અને ટુવ્હીલર ચાલકોને શ્વાન પરેશાન કરી રહ્યા છે. વિસ્તારમાં હડકાયા શ્વાનને લઈ ભય પેદા થયો છે. છ જેટલા લોકોએ હોસ્પિટલની સારવાર લેવા માટે મજબૂર બનવુ પડ્યુ હતુ. જેને લઈ હવે સ્થાનિક લોકોએ મેઘરજ ગ્રામ પંચાયતને આ મામલે રજૂઆત કરી છે અને શ્વાનને પકડવા માટે માંગ કરી છે.

શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?
શરીરમાં Gas કે Acid Reflux ના 5 સૌથી મોટા કારણ, જાણી લો

આ ઉપરાંત રખડતા શ્વાનને લઈ તેમને નિયંત્રણ કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. વિસ્તારમાં રખડતા શ્વાનને લઈને બાળકોએ શાળાએ જવામાં પણ ડર લાગી રહ્યો છે. તો વાલીઓને પણ પોતાના બાળકોને શાળાએ એકલ દોકલ મોકલતા ડર લાગી રહ્યો છે. અગાઉ સાબરકાંઠામાં માતા સાથે પુત્ર હોવા છતાં માસૂમ બાળકને શ્વાને મોં પર બચકા ભરીને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો. આવી ઘટના ના બને એ માટે રજૂઆત કરવામાં આવી છે અને રખડતા હડકાયા શ્વાન પર નિયંત્રણ મેળવવા માટે રજૂઆત કરી છે.

 

આ પણ વાંચોઃ ACB: ક્રિકેટરે બોર્ડના અધ્યક્ષ સામે જ ભ્રષ્ટાચારીના કરી દીધા આક્ષેપ, ખેલાડીએ ટીમથી લઈ લીધો બ્રેક

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:50 am, Tue, 4 July 23

Next Article