Aravalli : શામળાજીમાં વરસાદની ધમાકેદાર સવારી, અનેક જગ્યાઓએ પાણી ભરાયું

|

Aug 29, 2021 | 6:54 PM

શામળાજીમાં પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે. તેમજ રસ્તાઓ પર પણ પાણી વહી રહ્યા છે અને નદી-નાળાઓમાં વરસાદી નીરનું આગમન થયું છે.

ગુજરાતમાં સતત જોવાઈ રહેલી વરસાદની રાહ વચ્ચે રવિવારે અરવલ્લી જિલ્લાના શામળાજીમાં મેઘાની ધમાકેદાર સવારી આવી પહોંચી છે. તેમજ પડેલા ધોધમાર વરસાદના પગલે અનેક જગ્યાઓએ પાણી ભરાયા છે. તેમજ રસ્તાઓ પર પણ પાણી વહી રહ્યા છે. ભારે વરસાદના પગલે નદી-નાળાઓમાં વરસાદી નીરનું આગમન થયું છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત(Gujarat)માટે સારા સમાચાર છે. જેમાં જન્માષ્ટમી(Janmashtmi)થી ગુજરાતમાં મેઘરાજા ફરી પધરામણી કરે તેવી હવામાન વિભાગે(IMD)આગાહી કરી છે. બંગાળની ખાડીમાં સક્રિય લો પ્રેસરથી રાજ્યમાં સારો વરસાદ(Rain)પડી શકે છે. 31 ઓગસ્ટે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની વકી છે.

જ્યારે તો 1 સપ્ટેમ્બરે ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક સ્થળે પણ ભારે વરસાદ પડી શકે છે. મેઘરાજા 2 સપ્ટેમ્બરે પણ મનમુકીને વરસે તેવી આગાહી છે.

ગુજરાતમાં પ્રથમ રાઉન્ડના વરસાદ બાદ અત્યાર સુધી 48 ટકા વરસાદની ઘટ છે. રાજ્યમાં અત્યાર સુધી માત્ર 41.63 ટકા જ વરસાદ થયો છે. જેમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં માત્ર 31 ટકા વરસાદ પડ્યો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં પણ 37 ટકા જ વરસાદ થયો છે.

હાલ જોવા જઇએ તો ગુજરાતમાં ડેમોમાં પાણીની સ્થિતિ પણ ચિંતાજનક છે. રાજ્યોના ડેમમાં માત્ર 48 ટકા જ પાણી છે. જ્યારે ઉત્તર ગુજરાતના ડેમોમાં માત્ર 23 ટકા પાણી છે. તેમજ કચ્છના ડેમોમાં 21 ટકા અને સૌરાષ્ટ્રના ડેમોમાં 40 ટકા પાણી બાકી છે.

આ પણ વાંચો : તમે મોંઘવારીથી કેટલા પરેશાન છો? RBI અમદાવાદ સહીત દેશના 18 શહેરના લોકોને આ પ્રશ્ન પૂછશે ! જાણો કેમ ?

આ પણ વાંચો : સરકાર આ બે ફર્ટિલાઇઝર કંપનીઓમાં પોતાનો હિસ્સો વેચશે, 1,200 કરોડ એકત્ર કરવાની યોજના

Published On - 5:36 pm, Sun, 29 August 21

Next Video