Aravalli: શિક્ષિકાને નજીકની શાળાના શિક્ષકે કર્યુ પ્રપોઝ-હું તને સારુ રાખીશ, તુ મને બહુ ગમે છે, જંગલમાં લઈ જઈ આચર્યુ દુષ્કર્મ

|

Jul 14, 2023 | 11:12 PM

શિક્ષિકાને કહેતો તે તુ મને ખૂબ ગમે છે. મારે તારી સાથે લગ્ન કરવુ છે. હું તને સારી રીતે રાખીશ એવી વાતો પણ અવાર નવાર કરતો હતો અને આમ શિક્ષિકાને રંજાડતો હતો. ટીંટોઈ પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી છે.

Aravalli: શિક્ષિકાને નજીકની શાળાના શિક્ષકે કર્યુ પ્રપોઝ-હું તને સારુ રાખીશ, તુ મને બહુ ગમે છે, જંગલમાં લઈ જઈ આચર્યુ દુષ્કર્મ
શિક્ષિકાને જંગલમાં લઈ જઈ આચર્યુ દુષ્કર્મ

Follow us on

અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આવેલી એક સરકારી શાળાની શિક્ષિકા પર શિક્ષકે દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદ નોંધાઈ છે. શિક્ષિકાની પાછળ પડેલા શિક્ષકે બાઈક પર બેસાડીને જંગલ વિસ્તારમાં લઈ જઈને તેની પર બળાત્કાર આચર્યાની ફરિયાદ ટીંટોઈ પોલીસ મથકે નોંધાવી છે. ટીંટોઈ પોલીસે હવે આરોપી શિક્ષકની ધરપકડ કરવા માટેની કાર્યવાહી શરુ કરી છે. આરોપી શિક્ષક છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકાની પાછળ પડ્યો હતો અને તેની સાથે લગ્ન કરવાનુ પ્રપોઝ કરી રહ્યો હતો.

ઘટના અંગે મહિલા શિક્ષિકાએ ટીંટોઈ પોલીસ મથકે આરોપી શિક્ષક અર્જનસિંહ સિસોદીયાની સામે બળાત્કારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી શિક્ષક છેલ્લા કેટલાક સમયથી શિક્ષિકાને પરેશાન કરી રહ્યો હતો અને તેમને પ્રપોઝ કરી રહ્યો હતો. પરંતુ ગત બુધવારે તેણે બાઈક પર બેસાડીને જંગલ વિસ્તારમાં લઈ જઈને મહિલા શિક્ષિકા સાથે બળજબરી આચરી હતી.

શિક્ષક કહેતો-તુ મને બહુ ગમે છે

ટીંટોઈ પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ મુજબ આરોપી શિક્ષક અવાર નવાર શિક્ષિકાની નજીક પહોંચી જતો હતો. જે મુજબ જ્યારે શિક્ષિકા શાળાએથી છૂટીને પોતાના ઘર તરફ જવા એસટી બસમાં નિકળતી હતી ત્યારે તે આવી ચડતો હતો. આરોપી અર્જુનસિંહ સિસોદીયા તેને અવાર નવાર શિક્ષિકા શાળા છૂટીને ઘરે જવા બસની રાહ જુએ ત્યારે આવી પહોંચતો હતો. આ દરમિયાન તે શિક્ષિકાને કહેતો તે તુ મને ખૂબ ગમે છે. મારે તારી સાથે લગ્ન કરવુ છે. હું તને સારી રીતે રાખીશ એવી વાતો પણ અવાર નવાર કરતો હતો.

ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ એકબીજા સાથે કરશે લગ્ન
શિયાળામાં ડ્રાય સ્કિન સહિતની આ 5 સમસ્યાઓથી મળશે છુટકારો, જાણો નુસખો
Video: ડિપ્રેશન કે થાક દૂર કરવાના આ ઉપાયથી તમને મળશે રાહત, જાણી લો
અનુષ્કા શર્માથી ઉંમરમાં નાનો છે વિરાટ કોહલી, જુઓ ફોટો
મુકેશ અંબાણીના આખા દેશમાંથી 80 રિલાયન્સના સ્ટોર્સ થશે બંધ ! જાણો કારણ
શિયાળામાં રોજ ગોળની ચા પીવાથી જાણો શું ફાયદા થાય છે?

જોકે મહિલા શિક્ષિકા તેના આ પ્રેમ ભર્યા પ્રપોઝને નકારતી રહેતી હતી અને તેની વાતોને ગણકારતી નહોતી. નોકરીમાં અસર થવાના ડરથી મહિલા શિક્ષિકા પોતાની આ વાતને દબાવી રાખીને ઘરમાં કે અન્ય કોને કહી રહી નહોતી. જેનો આરોપી અર્જુનસિંહ ગેરફાયદો ઉઠાવી પરેશાન કરવાનુ ચાલુ રાખતો હતો.

આ પણ વાંચો : Aravalli: સરકાર આકરા પાણીએ, રોડની ખોટી લંબાઈ અને ઓછી જાડાઈના માર્ગ નિર્માણ કરવાને લઈ 2 ઈજનેર ફરજ મોકૂફ કરાયા

બુધવારે બાઈક પર લઈ ગયો

આ દરમિયાન 12, જુલાઈ એટલે કે ગત બુધવારે આરોપી શિક્ષક અર્જુનસિંહ સિસોદીયાએ શાળા છુટ્યા બાદ શિક્ષિકાને શાળાના દરવાજે ઉભેલી જોઈને નજીક આવી પહોંચ્યો હતો. જ્યાં બાઈક લઈને આવેલ અને પોતે મોડાસા તરફ જતા હોઈ બાઈક પર બેસી જવા માટે કહ્યુ હતુ. મોડાસા તમને ઉતારી દઈશ તેવી વાતો કરીને વિશ્વાસમાં લઈ બાઈક પર બેસાડેલ. આ દરમિયાન ખોડંબા ગામની સીમમાં થઈને કુશ્કી ગામ તરફના રસ્તા પર બાઈક વાળી લીધુ હતુ. આ માટે તેઓને પૂછતા તેઓએ ધાક ધમકીઓ આપી હતી અને હું જ્યા લઈ જઉં ત્યાં તારે આવવુ પડશે એમ ધમકાવવા લાગ્યા હતા. નહીંતર જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. આ રસ્તાઓ પર તારો પત્તો પણ નહીં લાગે એમ કહી જંગલ વિસ્તારમાં ધમકાવા લાગ્યો હતો.

જંગલમાં અવાવરુ જગ્યાએ બાઈખ ઉભુ રાખીને નિચે પાડી દઈને બળજબરીથી શારીરીક સંબંધ બાંધીને આ વાત કોઈને નહીં કરવા માટે ધમકાવી હતી.. આ વાત કોઈને કહીશ તો નોકરી પણ નહીં કરવા દેવાની ધમકીઓ આપી હતી. ત્યાર બાદ ખોડંબા હાઈવે પર ઉતારીને આરોપી જતો રહેલ. ઘરે જઈને શિક્ષિકાએ રડતા તેના પતિને સંપૂર્ણ વાત કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરવા માટે કાર્યવાહી શરુ કરી છે.

આ પણ વાંચો : Sabarkantha: ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસાડવા જતા ગૂમ 9 ગુજરાતીઓનો મામલો, પોલીસે વધુ એક એજન્ટ ઝડપ્યો, થયો મોટો ખુલાસો

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:59 pm, Fri, 14 July 23

Next Article