Aravalli : ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાથમતી નદીમાં નવા નીર આવ્યા

|

Sep 21, 2021 | 9:48 AM

અરવલ્લીમાં ભિલોડાની હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે નવા નીર આવ્યા છે.

અરવલ્લીમાં(Aravalli)  ભિલોડાની હાથમતી નદીમાં નવા નીર આવ્યા છે. જેમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને(Rain) કારણે નવા નીર આવ્યા છે. જેમાં હાથમતી જળાશયમાં હાલમાં ૩૮.૭૬ ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે(IMD)આગાહી વ્યક્ત કરી છે.હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં(Gujarat)પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની(Rain)આગાહી વ્યક્ત કરવામાં આવી છે.જેમાં સૌરાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ સામાન્ય વરસાદ તો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી.

હવામાન વિભાગે વડોદરા, છોટા ઉદેપુર, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, મહીસાગર અને દાહોદમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે…મહત્વનું છે કે, રાજ્યમાં હજુ પણ 18 ટકા વરસાદની ઘટ છે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક શહેરોમાં મેઘ મહેર જોવા મળી.ક્યાંક હળવો તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો.ખેડા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થઇ તો દાહોદના ઝાલોદ, સંજોલી વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.

આ તરફ અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘ સવારી આવી પહોંચી તો વિરમગામના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી જમાવટ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં પણ વરસાદ વરસ્યો હતો. અમરેલીના રાજુલામાં મુશળધાર વરસાદ વરસ્યો હતો અને રાજકોટમાં પણ 150 ફૂટ રિંગ રોડ પર વરસાદને પગલે પાણી ભરાયા હતા. જ્યારે વડોદરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી હતી.

તો વરસાદ સાથે રાજ્યના કેટલાક જળાશયોની જળસપાટીમાં પણ વધારો થયો છે.નર્મદા ડેમમાં 18 હજાર ક્યુસેક પાણીની આવક છે અને જળસપાટી 121.54 મીટરે પહોંચી છે. સૌરાષ્ટ્રનો ભાદર-1 ડેમ 32.20 ફૂટે પહોંચ્યો છે અને ડેમ ભયજનક સપાટીથી 1.80 ફૂટ દૂર છે. અરવલ્લીના વાત્રક જળાશયની જળસપાટી વધી છે અને જળસપાટી 130.90 મીટર પર પહોંચી છે. જ્યારે પંચમહાલનો હડફ ડેમ સંપૂર્ણ ભરાયો છે.

આ પણ વાંચો : બરોડા ડેરી વિવાદમાં કોંગ્રેસની એન્ટ્રી, પશુપાલકોના મુદ્દે કલેકટરને આવેદનપત્ર આપ્યું

આ પણ વાંચો: FSSAIની ખાદ્ય સુરક્ષામાં નાના રાજ્યોમાં ગોવા પ્રથમ ક્રમાંકે, જાણો ક્યા સ્થાન પર છે ગુજરાત

 

Next Video