FSSAIની ખાદ્ય સુરક્ષામાં નાના રાજ્યોમાં ગોવા પ્રથમ ક્રમાંકે, જાણો ક્યા સ્થાન પર છે ગુજરાત

બીજી બાજુ, જ્યારે નાના રાજ્યોની વાત આવે છે, ત્યારે ગોવા પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારબાદ મેઘાલય અને મણિપુર આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દિલ્હીને ટોચના ત્રણ સ્થાનો પર છે.

FSSAIની ખાદ્ય સુરક્ષામાં નાના રાજ્યોમાં ગોવા પ્રથમ ક્રમાંકે, જાણો ક્યા સ્થાન પર છે ગુજરાત
ગુજરાત, કેરળ, તમિલનાડુ FSSAI ના ખાદ્ય સુરક્ષા રેન્કિંગમાં ટોચ પર છે

ગુજરાત (Gujarat), કેરળ (Kerala) અને તમિલનાડુ (Tamil Nadu) 2020-21માં ખાદ્ય સુરક્ષા ધોરણોની દ્રષ્ટિએ ટોચ પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે જાહેર કરેલા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે. આમાં, રાજ્યોને પાંચ માપદંડોના આધારે ખાદ્ય સુરક્ષા, માનવ સંસાધન અને સંસ્થાકીય ડેટા, અનુપાલન, ખાદ્ય પરીક્ષણ સુવિધા, તાલીમ અને ક્ષમતા નિર્માણ ઉપરાંત ગ્રાહક સશક્તિકરણના આધારે રેન્કિંગ આપવામાં આવે છે.

આ રેન્કિંગમાં મોટા રાજ્યોમાં ગુજરાત, કેરળ અને તમિલનાડુ ટોચ પર છે. બીજી બાજુ, જ્યારે નાના રાજ્યોની વાત આવે છે, ત્યારે ગોવા પ્રથમ સ્થાને રહ્યું છે. ત્યારબાદ મેઘાલય અને મણિપુર આવે છે. કેન્દ્રશાસિત પ્રદેશોમાં, જમ્મુ અને કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ અને દિલ્હીને ટોચના ત્રણ સ્થાનો પર છે.

એફએસએસએઆઈ (FSSAI) દ્વારા બહાર પાડવામાં આવેલ આ ત્રીજો ઇન્ડેક્સ છે. કેન્દ્રીય મંત્રી દ્વારા નિયમનકારી સંસ્થાની રચનાના 15 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે તેને જાહેર કરવામાં આવ્યું. એફએસએસએઆઈ (FSSAI) દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા માંડવિયાએ જણાવ્યું હતું કે, આપણે નાગરીકોને તેના આરોગ્યને નુક્સાન કરનારો ખોરાક ઉપલબ્ધ કરવવો જોઈએ નહી. અમે નબળી ગુણવત્તાની ખાદ્ય ચીજો વેચનારાઓ સામે પગલાં લઈ શકીએ છીએ, પરંતુ તે સંપૂર્ણ ઉકેલ નથી. આ દિશામાં ઘણું કરવાની જરૂર છે. ઘણા વધારે પગલાં લેવાની જરૂર છે. આવનારા દિવસોમાં આપણે આપણા નાગરિકોને સ્વસ્થ બનાવવા માટે કામ કરવાનું છે.

ઓડિશાની રેન્કિંગ સુધરીને ચાર થઈ

ફૂડ સિક્યુરિટી ઇન્ડેક્સ 2020-21 મુજબ, મોટા રાજ્યોમાં ઓડિશા અને હિમાચલ પ્રદેશની રેન્કિંગમાં સતત સુધારો થયો છે. ઓડિશાની રેન્કિંગ સુધરીને ચાર થઈ છે, જે 2018-19માં 13 હતી. એ જ રીતે, હિમાચલ પ્રદેશની રેન્કિંગ 10 થી સુધરીને 6 પર પહોચી ગઈ છે. નાના રાજ્યોમાં સિક્કિમ અને અરુણાચલ પ્રદેશની રેન્કિંગમાં પણ સતત સુધારો જોવા મળ્યો છે.

એફએસએસએઆઈ (FSSAI) ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અરુણ સિંઘલે આ પ્રસંગે જણાવ્યું હતું કે ઓથોરીટી ખાદ્ય ચીજોમાં ઓદ્યોગિક ટ્રાન્સ ફેટ (ચરબી) નાબૂદ કરવા માટે પ્રાથમિકતાના આધારે કામ કરી રહી છે.

સિંઘલે કહ્યું કે એફએસએસએઆઈ છેલ્લા દસ વર્ષથી આ પર કામ કરી રહ્યું છે. તે સમયે ટ્રાન્સફેટની મર્યાદા 10 ટકા નક્કી કરવામાં આવી હતી. ઉદ્યોગે તેને સ્વૈચ્છિક ધોરણે ઘટાડવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

બાદમાં, ટ્રાન્સફેટની મર્યાદા ઘટાડીને પાંચ ટકા અને પછી ત્રણ ટકા કરવામાં આવી હતી. જાન્યુઆરી 2022 થી આ મર્યાદા 2 ટકા રહેશે. કુપોષણ પર, તેમણે કહ્યું કે નિયામક શિક્ષા, મહિલા અને બાળ વિકાસ તથા ખાદ્ય મંત્રાલય સાથે ‘ફોર્ટિફાઇડ ફૂડ’ ક્ષેત્રમાં કામ કરી રહ્યું છે.

આ પણ વાંચો :  પીએમ નરેન્દ્ર મોદીએ કરી સાઉદી અરબના વિદેશ મંત્રી સાથે મુલાકાત, દ્વિપક્ષીય સહયોગ અને પ્રાદેશિક પરિસ્થિતિ અંગે કરી ચર્ચા

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati