Aravalli: કઠણ કાળજાની અજાણી મહિલા નવજાતને ખેતરમાં મૂકી જતી રહી, ખેડૂત મહિલાએ જીવની જેમ સાચવી સારવાર કરાવી

|

May 31, 2023 | 6:16 PM

વહેલી સવારે જ્યારે ખેતર વિસ્તારમાં બાળકી નજર આવતા જ નજીકમાં રહેલ ખેતર માલિક અને તેમનો પરિવાર દોડી આવ્યો હતો. બાળકીમાં જીવ હોવાનુ જણાતા જ તુરત જ ખેડૂત પરિવારની મહિલાએ તેને સાચવીને પોતાની પાસે ઉઠાવી લીધી હતી.

Aravalli: કઠણ કાળજાની અજાણી મહિલા નવજાતને ખેતરમાં મૂકી જતી રહી, ખેડૂત મહિલાએ જીવની જેમ સાચવી સારવાર કરાવી
મહિલા નવજાતને ખેતરમાં મૂકી જતી રહી

Follow us on

માનવતા જાણે કે મરી પરવારી હોય એવી વધુ એક ઘટના અરવલ્લી જિલ્લામાં સામે આવી છે. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના મુખીના મુવાડા ગામમાં એક ખેતરમાંથી નવજાત શીશુ મળી આવ્યુ હતુ. વહેલી સવારે સ્થાનિકોની નજરે નવજાત ચડતા તુરત જ તેને સારવાર માટે ખસેડવામા આવ્યુ હતુ. ખેતર નજીક ઘર ધરાવતી સ્થાનિક મહિલાએ બાળકીને સંભાળપૂર્વક પોતાના ઘરે લઈ જઈને મેડિકલ ટીમ આવે ત્યાં સુધી તેને સાચવવાની માનવતા નિભાવી હતી. જોકે આ બાળકી મળવાને લઈ માની મમતાની મજબૂરી પર સવાલ ઉઠ્યા હતા.

108 દ્વારા બાળકીને માલપુરની સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામા આવી હતી. જ્યાં તેની સ્થિતી સ્થિર હોવાનુ તબીબી સૂત્રોએ જણાવ્યુ હતુ. ઘટનાને લઈ સ્થાનિક પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. હવે પોલીસ દ્વારા પણ નવજાત ત્યજી દેનારની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ખેતરમાં બાળકીને ત્યજી દેવાઈ

વહેલી સવારે જ્યારે ખેતર વિસ્તારમાં બાળકી નજર આવતા જ નજીકમાં રહેલ ખેતર માલિક અને તેમનો પરિવાર દોડી આવ્યો હતો. બાળકીમાં જીવ હોવાનુ જણાતા જ તુરત જ ખેડૂત પરિવારની મહિલાએ તેને સાચવીને પોતાની પાસે ઉઠાવી લીધી હતી. મહિલાએ તુરત જ બાળકીને પોતાના ઘરે લઈ જઈને તેને પ્રેમથી સંભાળ લેવાની શરુઆત કરી હતી અને 108 ને પણ આ અંગે તેમના પરિવારજનોએ જાણ કરી હતી. 108 ની ટીમ પહોંચે ત્યાં લગી મહિલાએ બાળકીને સંભાળ રાખી હતી.

 

 

 

મેડિકલ ટીમે બાળકીની પ્રાથમિક સારવાર કર્યા બાદ માલપુર સ્થિત સરકારી દવાખાને ખસેડી હતી. જ્યાં તેની સ્થિતી સારી હોવાનુ તબીબોએ જણાવ્યુ હતુ. ઘટના બાદ સ્થાનિક પોલીસને પણ આ અંગેની જાણ કરવામાં આવી હતી. જેથી નવજાતના માતા અને પિતાને શોધી શકાય.

આ પણ વાંચોઃ Gujarat Video: ઓવરટેક કરવા જતા કારે બાઈકને અડફેટે લેતા અકસ્માત, જુઓ Live દ્રશ્યો

પોલીસ દ્વારા હાથ ધરાશે કાર્યવાહી

અગાઉ પણ કેટલાક સમય પહેલા મેઘરજ વિસ્તારમાં એક મહિલા આ રીતે નદી કિનારે નવજાતને મુકીને જતી રહી હતી. જેને લઈ પોલીસે ગુનો દાખલ કરીને તેની માતાને શોધી નિકાળી ધરપકડ કરી હતી. આ ઘટનામાં પણ આવી જ રીતે પોલીસ દ્વારા આવી જ કાર્યવાહી કરવામાં આવી શકે છે. બાળકીના જીવને જોખમમાં મુકી અજાણી મહિલા જતી રહેવાને લઈ તેની સામે કાર્યવાહી થઈ શકે છે. ઘટના અંગે પોલીસ દ્વારા હવે બાળકીને લઈ તપાસ શરુ કરાશે.

 

આ પણ વાંચોઃ Ravindra Jadeja, IPL 2023: રવિન્દ્ર જાડેજાના વિજયી ચોગ્ગા બાદ રિવાબા રોઈ પડ્યા, પછી પતિના ચરણ સ્પર્શ કર્યા, ઈમોશનલ Video

સાબરકાંઠા અને ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 6:15 pm, Wed, 31 May 23

Next Article