મોડાસાના ડેપ્યુટી કલેકટરની અમદાવાદ સાયબર ક્રાઇમે ધરપકડ કરી, જાણો શું છે મામલો

|

Nov 09, 2021 | 3:14 PM

છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા પર યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલી મયંક પટેલ હેરાન કરતો હતો.જેથી આખરે કંટાળી ભોગ બનનાર યુવતીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.

અરવલ્લીના(Aravalli) મોડાસામાં(Modasa)યુવતીને હેરાન કરનાર ડેપ્યુટી કલેક્ટર(Deputy Collector) મયંક પટેલની (Mayank Patel ) ધરપકડ કરવામાં આવી છે. મોડાસાના ડેપ્યુટી કલેક્ટર મયંક પટેલની અમદાવાદ સાયબર ક્રાઇમ(Cyber Crime)બ્રાન્ચે ધરપકડ કરી છે.

જેમાં મળતી માહિતી મુજબ છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા(Social Media)પર યુવતીને બિભત્સ ફોટો અને મેસેજ મોકલી મયંક પટેલ હેરાન કરતો હતો.જેથી આખરે કંટાળી ભોગ બનનાર યુવતીએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. અગાઉ ડેપ્યુટી કલેક્ટર અને યુવતી કોઇ કારણોસર પરિચયમાં આવ્યાં હતા. તેમજ પરિચયમાં આવ્યાં બાદ મયંક પટેલ યુવતીને હેરાન પરેશાન કરતો હતો.

આ પણ  વાંચો:  અમદાવાદમાં સાબરમતી કિનારે છઠ પૂજાને લઈને કોર્પોરેશને અલગથી વ્યવસ્થા કરી

આ પણ  વાંચો: દિવાળી બાદ સૌરાષ્ટ્રમાં વધ્યા કોરોનાના કેસ, રાજકોટ જૂનાગઢ અને ભાવનગરમાં કુલ 11 કેસો સામે આવ્યાં

Next Video