Aravalli: ભ્રષ્ટાચારીએ ગરીબને પણ ના છોડ્યો! પ્રધાનમંત્રી આવાસ માટે લાંચ માંગતો તલાટી ACB ના છટકામાં ઝડપાયો, જુઓ Video

|

Oct 10, 2023 | 8:18 PM

ગ્રામ્ય વિસ્તારમાં તલાટી અને અધિકારીઓએ ભ્રષ્ટાચારની માઝા મુકી હોય એવી સ્થિતિ છે. ખેડૂત હોય કે શ્રમિક સૌને માત્ર પૈસા ચૂકવ્યા વિના કોઈ સરકારી કામ ગ્રામ્ય વિસ્તારમાં આગળ ના વધતુ હોય એવો અનુભવ થઈ રહ્યો છે. અંતરીયાળ ગ્રામ્ય વિસ્તારના પરિવારને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર બને એ સપનુ જોઈ રહ્યુ એને પણ નહીં છોડતો તલાટી ઝડપાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજનાનો હપ્તો ચૂકવવા માટે થઈને લાંચની માંગણી કરતા આખરે એસીબીએ છટકામાં ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Sabarkantha Video: ઈડરના કેશરપુરાની દુધ મંડળીના સેક્રેટરીએ કરી ગોલમાલ, ચેરમેને નોંધાવી ફરિયાદ

અરવલ્લી ક્લેકટર કચેરી સામે આવેલ એક નાસ્તાગૃહમાં તલાટીએ ફરિયાદીને લાંચની રકમ લઈને બોલાવ્યો હતો. જ્યાં તલાટીએ લાંચની રકમની હેતુલક્ષી વાતચિત કરીને લાંચ લેતા જ એસીબીએ તેને ઝડપી લીધો હતો. તલાટીએ 1500 રુપિયા લાંચની રકમ સ્વિકારતા જ એસીબીની ટીમે તેને ઝડપી લઈ કાર્યવાહી કરી હતી. એસીબી દ્વારા હવે તેના રહેણાંક સહિતની તપાસ કરશે અને ભ્રષ્ટાચારની આવકથી વસાવેલ મિલ્કતો અંગેની પણ વિગતો મેળવવાની તપાસ હાથ ધરશે.

અરવલ્લી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:06 pm, Tue, 10 October 23

Next Video