Aravalli: હોમગાર્ડ ભરતીમાં ફિઝિકલ ટેસ્ટ આપવા આવેલા યુવકનું મોત, ટેસ્ટ બાદ છાતીમાં ઉપડ્યો દુ:ખાવો

|

Nov 28, 2021 | 7:00 PM

Aravalli : હોમગાર્ડની ભરતીમાં શારીરિક કસોટી દરમિયાન એક યુવાકનું મોત થતા સન્નાટો છવાઈ ગયો હતો. કસોટીમાં છાતીમાં દુઃખાવો થતાં યુવકનું મોત થયું હતું.

અરવલ્લી (Arvalli) જિલ્લાના મોડાસાના (Modasa) સાકરિયા ગામમાં હોમગાર્ડ (HomeGuard) ભરતીની પ્રક્રિયા દરમિયાન એક યુવકનું મોત થયાની ઘટના બની છે. મોડાસાના ભીલકુવા ગામના 25 વર્ષીય રણજીતસિંહ પરમારનું (Ranjitsinh Parmar) ભરતી દરમિયાન મોત નિપજ્યું હોવાની માહિતી સામે આવી છે. હોમગાર્ડની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં મૃતક યુવાન ફિઝિકલ ટેસ્ટ માટે આવ્યો હતો. ટેસ્ટ બાદ છાતીમાં દુ:ખાવો ઉપાડ્યો હતો. છાતીમાં દુઃખાવો ઉપડતા યુવકને હોસ્પિટલ લઈ જવાયો હતો.

હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું છે. મૃતક યુવાનનો પરિવાર આર્થિક રીતે નબળી પરિસ્થિતીનો હોવાનું સામે આવ્યું છે. આવી પરિસ્થિતિમાં નોકરી માટે ભરતીમાં આવેલા દીકરાનું મોત નીપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો છે. તો પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે સહાયની માગ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે ગુજરાતમાં ગૃહ વિભાગે પોલીસ તંત્રમાં હોમગાર્ડની 6,752 જગ્યાઓ ભરવા મંજૂરી આપી દીધી છે. જયારે શુક્રવારે જિલ્લા અને કમિશનરેટ વાઈઝ જગ્યાઓ સાથે ભરતી માટેના ઉમેદવારી ફોર્મ બહાર પાડયા હતા. લાંબા સમય બાદ જાહેર થનારી હોમગાર્ડની ભરતી માટે લધુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે. તો આ પરીક્ષાની શારીરિક કસોટી પણ શરુ છે. જેમાં આવા બનાવ બનતા ભરતીમાં આવેલા અન્યું યુવકો અને મૃતકના પરિજનોમાં પણ શોકની લાગણી પ્રસરી ગઈ.

 

આ પણ વાંચો: Ahmedabad: એસજી હાઇવે પરના ગણેશ મેરિડીયનમાં લાગી આગ, બિલ્ડીંગમાં કામ કરતા લોકો ફસાયાના અહેવાલ

આ પણ વાંચો: વિકાસની મંથર ગતી: ચાર વર્ષથી ચાલી રહ્યું છે ખોખરા રેલવે ઓવરબ્રિજનું કામ, વાહનચાલકોને ભારે હાલાકી

Published On - 6:59 pm, Sun, 28 November 21

Next Video