Ahmedabad: કોલસાની અછત અને સંભવિત વીજ કટોકટીનો મુદ્દો હાઈકોર્ટમાં, જાણો શું છે અરજદારની રજૂઆત

| Edited By: | Updated on: Oct 12, 2021 | 4:28 PM

દેશમાં કોલસાનો સપ્લાય અમુક દિવસ ચાલે એટલો જ હોવાને લઈને ઘણી ચર્ચાઓ અને અહેવાલ સામે આવ્યા છે. આવામાં આ મુદ્દે હાઇકોર્ટમાં રજુઆત થઈ છે. ચાલો જાણીએ વિગત.

દેશમાં કોલસાનો સપ્લાય અમુક દિવસ ચાલે એટલો જ હોવા મુદ્દે હાઇકોર્ટમાં રજુઆત થઈ છે. વાયુ પ્રદુષણ મુદ્દે જી.પી.સી.બી.એ કરેલા સોગંદનામાના જવાબમાં અરજદારે કરેલા એફિડેવિટમાં આ રજૂઆત કરવામાં આવી છે. કોલસાનો પૂરતો જથ્થો ના હોય એવાં વીજ ઉત્પાદન સિવાય અન્ય ઉદ્યોગો માટે કોલસો વાપરવા દેવામાં આવશે તો દેશ ભરમાં મોટા પાયે બ્લેક આઉટ થવાની સ્થિતિ ઉભી થઇ શકે એવી અરજદારની રજૂઆત છે.

તમને જણાવી દઈએ કે વાયુ પ્રદુષણ ડામવામાં સરકાર અને પ્રદુષણ નિયંત્રણ બોર્ડના એક્શન પ્લાન કારગર નહિ નીવડ્યા હોવાની પણ અરજદારના સોગંદનામામાં રજુઆત કરવામાં આવી છે. અરજદારની રજૂઆત છે કે કોલસાનો ઉપયોગ ઘટાડી અને નેચરલ ગેસ કે વૈકલ્પિક ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારીને પ્રદુષણ ડામવામાં સરકાર યોગ્ય પગલાં લે એ મતલબના કોર્ટ નિર્દેશો આપે. અરજદારની રજૂઆતો મુદ્દે જી.પી.સી.બી. ને વિગતવાર જવાબ આપવા કોર્ટે બે દિવસનો સમય આપ્યો. 14 ઓક્ટોબર સુધીમાં જી.પી.સી.બી. કોર્ટમાં આપશે જવાબ. હાઈકોર્ટમાં 14 ઓક્ટોબરના રોજ આગામી સુનાવણી થશે.

અહેવાલોમાં જણાવ્યું છે કે અરજી પ્રમાણે જો કોલસાનો અલગ અલગ ઉદ્યોગોમાં થઇ રહેલા સપ્લાયને કંટ્રોલ કરવા માટેની રજૂઆત કરવામાં આવી છે. કોલસાનો આ રીતે ઉપયોગ નિયંત્રિત કરવામાં નહીં આવે તો ગુજરાતમાં પણ કોલસાની અછત જોવા મળી શકે છે.

 

આ પણ વાંચો: દિવાળી પહેલા 100 ટકા વેક્સિનેશનનો અભિગમ, આવતીકાલથી ડોર ટુ ડોર વેક્સિનેશન ડ્રાઇવ શરૂ કરાશે

આ પણ વાંચો: JUNAGADH : વરસાદી માહોલથી ખેડૂતોની મુશ્કેલી વધી, ઝાંઝરડા ગામમાં મગફળીના પાથરા પલળી જતા નુકસાન

Published on: Oct 12, 2021 04:21 PM