અમદાવાદના શાહઆલમમાં પથ્થરમારાની ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને ષડયંત્ર રચાયા હોવાના કેટલાક પુરાવા મળ્યા છે. હુમલાખોરોએ 18 ડિસેમ્બરની રાત્રે મિલ્લતનગર નજીક ધાર્મિક સ્થળમાં બેઠક કરી હતી. બેઠક પૂર્ણ થયા બાદ જગ્યાના સીસીટીવીના ડીવીઆર સાથે પણ ચેડાં કર્યા હોવાનો ખુલાસો થયો છે. મુફિસ અહેમદ અને કોર્પોરેટર શહેઝાદે આ બેઠકની આગેવાની લીધી હતી.
આ પણ વાંચોઃ પથ્થરમારા વચ્ચે હિંમત દાખવનારા પોલીસકર્મીઓ બન્યા સોશિયલ મીડિયામાં હીરો
જે બાદ 19 તારીખે ગુજરાત બંધનું એલાન હતું. અને શાહઆલમ વિસ્તારમાં તોફાન સર્જાયા હતા. ખાસ પોલીસને ટાર્ગેટ કરાયો હોઈ તેવું દૃશ્યોમાં દેખાયું છે. પોલીસ પર બેરહેમ બનીને પથ્થરબાજી કરવામાં આવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો