સુરત (Surat) શહેરના અમરોલી ફાયર સ્ટેશન નજીક આવેલ બીઆરટીએસ (BRTS) રૂટ પર રસ્તો ઓળંગતી વખતે મહિલાનું (Women) બસ અડફેટે અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલ મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત (Death) નીપજ્યું હતું. જે ઘટનામાં અમરોલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત શહેરમાં BRTS બસ અને સીટી બસને લઈને અત્યાર સુધી અસંખ્ય લોકો ભોગ બન્યા છે.
સુરત શહેરમાં અકસ્માતોનું પ્રમાણ પણ સતત વધી રહ્યું છે. જેમાં કેટલાય લોકો અકસ્માતનો ભોગ બને છે અને લોકોના જીવ પણ જાય છે. અને જેમાં બીઆરટીએસ બસ અડફેટે અત્યાર સુધીમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારે વધુ એક ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. સુરતના અમરોલી વિસ્તારમાં આવેલ ફાયર સ્ટેશન નજીલ એક મહિલા રસ્તો ઓળંગી રહી હતી. ત્યારે બીઆરટીએસ રૂટ પરથી પસાર થતી બસે મહિલાને અડફેટે લીધી હતી. જેમાં મહિલા ગંભીર રૂપે ઘાયલ થઈ હતી. જેમાં ઇજાગ્રસ્ત મહિલાનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ.
બસની સ્પીડ પર ક્યારે કાબુ આવશે ? તંત્ર પોતાની આંખ ઉઘાડે તે જરૂરી
જે ઘટના બનતા અમરોલી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. અને, મહિલાની લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. અને આમરોલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આવી અનેક ઘટનાઓ બની ચુકી છે. જેમાં આજદિન સુધી બીઆરટીએસ બસના ડ્રાયવરો સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને લઈને બસના ડ્રાયવરો બેફામ બનીને બસ ચલાવે છે .અને લોકો જીવ જોખમમાં મુકાય છે. જેને લઇને લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો.
આ પણ વાંચો : KUTCH : મંદિર ચોરી પછી હવે ભુજ નજીક સ્વામીનારાયણ ભગવાનના પગલા કોઇ તળાવમાં ફેંકી જતા રોષ !
આ પણ વાંચો : Shaktiman Fans: ‘શક્તિમાન’ના પાછા આવવાથી ચાહકો ખૂબ જ ખુશ, સોશિયલ મીડિયા પર ‘પુષ્પા’ સ્ટાઈલમાં સામે આવી પ્રતિક્રિયા
Published On - 3:07 pm, Sat, 12 February 22