Breaking News: અમદાવાદથી લંડન જતી Air Indiaની ફ્લાઈટ કેન્સલ, ટેકઓફ પેહલા સામે આવી ખામી

એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદથી લંડન જતી AI-159 ફ્લાઇટ રદ્ થઈ છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ પહેલા જ ફ્લાઇટમાં ખામી સામે આવી હતી જે બાદ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે.

Breaking News: અમદાવાદથી લંડન જતી Air Indiaની ફ્લાઈટ કેન્સલ, ટેકઓફ પેહલા સામે આવી ખામી
air india flight cancelled due to a glitch
| Edited By: | Updated on: Jun 17, 2025 | 12:37 PM

એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ખામી સર્જાતા કેન્સલ કરવામાં આવી છે. અમદાવાદથી લંડન જતી AI-159 ફ્લાઇટ રદ્ થઈ છે. મળતી માહિતી મુજબ ટેક ઓફ પહેલા જ ફ્લાઇટમાં ખામી સામે આવી હતી જે બાદ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે. જે બાદ ફ્લાઈટ કેન્સલ થતા મુસાફરો મુશ્કેલીમાં મૂકાયા છે. મોટાભાગના લોકો રાજકોટ, આણંદ, હાલોલ, ખંભાતના મુસાફરો છે તે તમામ મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યોછે.

અમદાવાદથી લંડન જતી ફ્લાઈટ કેન્સલ કરાઈ

પ્લેન ક્રેશની ઘટના બાદ અમદાવાદથી લંડન જતી આ પહેલી ફ્લાઈટ છે ત્યારે તે અંગે પહેલા તપાસ કરાતા જ ખામી સામે આવી અને તે બાદ કેન્સલ કરવામાં આવી છે.
આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જતી હતી.  ત્યારે ખામી સર્જાતા કેન્સલ કરવામાં આવી છે. આવતીકાલે પણ ફ્લાઇટ જશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નથી. આ અંગે મુસાફરોને કહેવામાં આવ્યું છે કે એર ઇન્ડિયાની ટીમે કહ્યું કે ફ્લાઇટ કેન્સલ કરી છે. AI 171 નંબરને બદલે હવે AI 159 નંબર અપાયો છે.

ઇન્ડિયાની ફ્લાઇટોમાં સતત ખામી સામે આવી રહી

મળતી માહિતી મુજબ આ ફ્લાઇટ બપોરે 1 વાગ્યાને 10 મિનિટે ટેક ઓફ થવાની હતી. આ ફ્લાઇટ સવારથી જ વિલંબિત હતી. જોકે, આ ફ્લાઇટમાં પણ ખામી સર્જાતા તેને કેન્સલ કરી દેવામાં આવી છે. મહત્વનું છે, અમદાવાદના મેઘાણીનગરમાં પ્લેન ક્રેશની ઘટના બાદ એર ઇન્ડિયાની ફ્લાઇટોમાં સતત ખામી સામે આવી રહી છે. ત્યારે તેને લઈને Air Indiaની ઘણી બધી ફ્લાઈટ કેન્સલ થઈ રહી છે. ના માત્ર ગુજરાતમાં પણ દિલ્હી, મુબંઈમાં પણ ફ્લાઈટ કેન્સલ કરવામાં આવી રહી છે.

 

Published On - 12:18 pm, Tue, 17 June 25