રાજ્યમાં ગુરુવારથી શરૂ થશે આંગણવાડી અને પ્રિ સ્કૂલો, શિક્ષણમંત્રીએ કરી જાહેરાત

શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે મુખ્યમંત્રીની સૂચનાથી ગુરુવારથી બાલમંદિર, આંગણવાડી અને પ્રિ સ્કૂલો શરૂ થશે જ્યારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે

| Updated on: Feb 14, 2022 | 2:52 PM

શિક્ષણમંત્રી જીતુ વાઘાણી (Education Minister Jitu Waghani) એ જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ (Chief Minister Bhupendra Patel) ની સૂચનાથી ગુરુવારથી બાલમંદિર, આંગણવાડી (Anganwadi) અને પ્રિ સ્કૂલો ( pre-schools) શરૂ થશે જ્યારે મધ્યાહન ભોજન યોજના શરૂ કરવા આગામી દિવસોમાં નિર્ણય કરવામાં આવશે

રાજ્યમાં કોરોના ઓછો થવા લાગ્યો છે જેના કારણે ગત 7 ફેબ્રુઆરીથી ધો. 1થા 9નું ઓફલાઈન શિક્ષણ શરૂ કરાયા બાદ હવે આંગણવાડી અને પ્રિ સ્કૂલો પણ શરૂ કરવાની જાહારત કરી દેવામાં આવી છે.  હવે 17મી ફેબ્રુઆરી ગુરુવારથી બાલ મંદિર, આંગણવાડીઓ અને પ્રિ-સ્કૂલ શરૂ કરી દેવામાં આવશે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી આંગળવાડી અને પ્રિ-સ્કૂલ બંધ છે.

બાળકોના આરોગ્ય અને શિક્ષણની ચિંતા કરીને રાજ્ય સરકર દ્વારા કોરોનાની SOP મુજબ આંગણવાડી અને પ્રિ-સ્કૂલ શરૂ કરવામાં આવશે. આના માટે પણ  વાલીઓની સંમતિ લેવી જરૂરી છે.

 શિક્ષણમંત્રી જિતુ વાઘાણી યુક્રેઇનમાં ફસાયેલા ગુજરાતના વિદ્યાર્થીઓનો વિશે કહ્યું કે રાજ્ય સરકાર પીએમઓ અને વિદેશ મંત્રાલય સાથે સંપર્કમાં છે. તમામ વ્યવસ્થા કરવા રાજ્ય સરકારે કેન્દ્ર સરકારને કહ્યું છે. મુખ્યમંત્રી કેન્દ્ર સરકાર સાથે સતત સંપર્કમાં છે. કેન્દ્ર સરકારે આ વાતને સંવેદનાથી લીધી છે.

આ પણ વાંચોઃ Rajkot: ખજુરડી ગામના લગ્ન બન્યા આકર્ષણનું કેન્દ્ર, હેલિકોપ્ટર અને લક્ઝુરિયસ કારના જમાનામાં આ વાહનમાં નીકળી જાન

આ પણ વાંચોઃ અમદાવાદમાં હવે વેઈટરની જગ્યા લીધી રોબોટે, આ કેફેમાં શરૂ કર્યુ સર્વ કરવાનું કામ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">