Anand: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાત બાદ વનતળાવ વિસ્તારમાં હોબાળો

|

Jul 04, 2022 | 3:58 PM

આણંદ (Anand) જિલ્લાના બોરસદ પંથકના ગામડાઓમાં અનરાધાર વરસાદ બાદ ભારે તારાજી થઈ છે. ત્યારે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) પૂર પ્રભાવિત વિસ્તારોમાં થયેલી તારાજીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું.

Anand: મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાત બાદ વનતળાવ વિસ્તારમાં હોબાળો
મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાત બાદ વનતળાવ વિસ્તારમાં અસરગ્રસ્તોનો હોબાળો

Follow us on

આણંદ (Anand) જિલ્લાના બોરસદમાં ચોમાસાના (Monsoon 2022) શરુઆત જ વરસાદે પૂરની સ્થિતિનું નિર્માણ કરી દીધુ હતુ. વરસાદના (Rain) કારણે અહીં સિસ્વા સહિતના ગામ લોકો રાતોરાત બેઘર થઈ ગયા. પશુઓ તણાવાની અને માણસો ડૂબવાની ઘટનાઓ પણ સામે આવી છે. ત્યારે રાજ્યના મહેસૂલ પ્રધાન (Minister of Revenue) રાજેન્દ્ર ત્રિવેદીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં થયેલી તારાજીની સ્થિતિનું નીરિક્ષણ કર્યું હતુ અને વન તળાવ વિસ્તારમાં પૂર અસરગ્રસ્તોને સાડીનું વિતરણ કર્યુ હતુ. જો કે રાજેન્દ્ર ત્રિવેદીની (Rajendra Trivedi) મુલાકાત બાદ વન તળાવ નજીક લોકોએ હોબાળો કર્યો હતો અને સાડીઓનો ઢગલો કરી દીધો હતો.

વનતળાવ વિસ્તારમાં અસરગ્રસ્તોનો હોબાળો

આણંદ (Anand) જિલ્લાના બોરસદ પંથકના ગામડાઓમાં અનરાધાર વરસાદ બાદ ભારે તારાજી થઈ છે. ત્યારે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ પૂર પ્રભાવિત વિસ્તારોમાં થયેલી તારાજીની સ્થિતિનું નિરીક્ષણ કર્યું. મહેસૂલ પ્રધાને પૂર પીડિતો સાથે સંવાદ કરીને મળેલી સરકારી મદદ અંગે પૂછપરછ કરી. તો પૂર પીડિત મહિલાઓને સાડી અને જીવન જરૂરી ચીજવસ્તુઓની મદદ કરી હતી. જો કે બોરસદમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની મુલાકાત બાદ વનતળાવ વિસ્તારમાં હોબાળો થયો હતો. મહેસૂલ મંત્રીએ વિતરણ કરેલ સાડીઓ અસરગ્રસ્તોએ પરત કરવા ઢગલો કરી દીધો હતો.

તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરાતી હોવાનો આક્ષેપ

રાજેન્દ્ર ત્રિવેદીની (Rajendra Trivedi) મુલાકાત બાદ વનતળાવ વિસ્તારમાં લોકોના ટોળાં ઉમટ્યાં હતા અને ભારે વરસાદ બાદ તંત્ર દ્વારા યોગ્ય કામગીરી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કર્યો હતો. જો કે બોરસદ મામલતદાર દ્વારા સ્થાનિક મહિલાઓને સમજાવી મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

મહેસુલ મંત્રીએ મૃતક સંજયના પરિવારને મળીને સાંત્વના પાઠવી

મહત્વનું છે કે રાજેન્દ્ર ત્રિવેદીએ આજે મૃતક સંજયના પરિવારને મળીને સાંત્વના પાઠવી હતી. જુવાન દીકરો ગુમાવનારા માતા-પિતાની આંખોના આંસુ લૂછ્યા અને સરકારી સહાયનો 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો. મહેસૂલ પ્રધાને (Minister of Revenue) સિસ્વા ગામના મૃતક કિશન સોલંકીના પરિવારને પણ ચેક આપ્યો હતો. આણંદ સાંસદ મિતેશ પટેલ, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ પણ હાજર રહ્યાં હતા અને વરસાદથી તારાજ પરિવારોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.

Next Article