#75YearsOfAmul : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, આપણા DNA માં જ સહકાર વણાયેલું છે

|

Oct 31, 2021 | 7:44 PM

ગુજરાતમાં સહકારી ક્ષેત્રે થયેલા સિમાચિન્હ રૂપ કાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રી પરસોત્તમ રૂપાલાએ ઉમેર્યું હતુ કે, આપણા DNA માં જ સહકાર વણાયેલું છે.

#75YearsOfAmul : કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ કહ્યું, આપણા DNA માં જ સહકાર વણાયેલું છે
Union Minister Parsottam Rupala said, Cooperation is woven in our DNA

Follow us on

ANAND : અમુલના 75 વર્ષ પૂર્ણ થતા આ પ્રસંગે યોજાયેલા અમૃત મહોત્સવમાં કેન્‍દ્રીય પશુપાલન અને ડેરી ઉદ્યોગ રાજય મંત્રી પરસોત્તમ રૂપાલા (Parsottam Rupala)એ જણાવ્યું હતુ કે, આજે વિશ્વમાં સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ તરીકે ભારત ઉભરી રહયું છે. જેમાં અમૂલનો ફાળો બહુમૂલ્ય રહયો છે.

ગુજરાતમાં સહકારી ક્ષેત્રે થયેલા સિમાચિન્હ રૂપ કાર્યોનો ઉલ્લેખ કરતાં મંત્રી પરસોત્તમ રૂપાલાએ ઉમેર્યું હતુ કે, આપણા DNA માં જ સહકાર વણાયેલું છે, ગુજરાતમાં સહકારી ક્ષેત્રમાં ખૂબ સારૂં કાર્ય થઈ રહયું છે. સહકારના ક્ષેત્રને વધુ આગળ ધપાવવાં કેન્દ્ર સરકાર દ્વારા પણ અનેકવિધ પ્રયાસો હાથ ધરી સહકારીતા વિભાગની રચના કરવામાં આવી છે. ભારતમાં સહકારી ક્ષેત્રને આગળ ધપાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરાયેલ કાર્યોના પરિણામે આગામી દિવસોમાં સહકાર વિભાગ એ દેશની આર્થિક ગતિવિધિનું કેન્દ્ર બની રહેશે.

આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર
ખરતા વાળથી છુટકારો મેળવવા માટે રોજ એક વાર પીવો આ જ્યુસ
કથાકાર જયા કિશોરી પોતાની બેગમાં કઈ વસ્તુઓ રાખે છે? જાતે ખોલ્યું રહસ્ય
ઉનાળામાં ઘરે બનાવો કાચી કેરીની મીઠી ચટણી, જાણી લો સિક્રેટ રેસીપી

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પશુપાલકો અને ડેરી ઉદ્યોગ માટેની ભારત સરકારની વિવિધ સહાયકારી યોજનાઓનો ઉલ્લેખ કરી સમયની સાથે આવતા બદલાવોને સ્વીકારી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આ તકે ડેરીઓને સહાય કરવાની NCDCના નવા પ્રકલ્પ રૂપ રૂપિયા પાંચ હજાર કરોડની “ડેરી સહકાર યોજના”ની જાહેરાત કરી હતી.

પ્રારંભમાં અમૂલના ચેરમેન રામસિંહ પરમારે સૌનો આવકાર કરતા જણાવ્યું કે એક દૂધ મંડળી અને 250 લીટર દૂધથી શરૂ થયેલ અમૂલ આજે 1200 મંડળીઓ સાથે દૈનિક 33 લાખ લીટર દૂધ એકત્રીકરણ સાથે વાર્ષિક 10 હજાર કરોડનું ટર્નઓવર ધરાવે છે.રાજ્યના 18 દૂધ સંઘોનું ટર્નઓવર રૂ.53 હજાર કરોડ પર પહોંચ્યું છે.દેશના છ રાજ્યોમાં અમૂલના પ્લાન્ટ કાર્યરત છે.અમૂલ ચોકલેટ,ચીઝ આજે વિશ્વ બજારમાં વેચાય છે.

આ પણ વાંચો : #75YearsOfAmul : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે કહ્યું, આજે 21મી સદીમાં સહકારી ક્ષેત્રમાં પણ ગુજરાતની આગેવાની

આ પણ વાંચો : #75YearsOfAmul : 200 લીટર દૂધ ભેગું કરવાની શરૂઆતથી આજે Amulનું વાર્ષિક ટર્નઓવર 53000 કરોડને પાર થયું

Next Article