Anand: ઇદ ઉજવવા ઘરમાં કંઇ નહોતું, પોપટભાઈએ આવા પરિવારોને આખા વર્ષનું અનાજ ભરી આપ્યું

|

May 03, 2022 | 4:58 PM

આણંદના એક સ્થાનિક ગ્રુપની સહાય મેળવીને પોપટભાઈએ આ ગરીબ પરિવારોની ઈદ સુધારવા નક્કી કર્યું. જે પરિવારોને મળ્યાં એમાંથી ખૂબ ગરીબ અને અત્યંત જરૂરીયાતવાળા પરિવારોને ઓળખી કઢાયા.

Anand: ઇદ ઉજવવા ઘરમાં કંઇ નહોતું, પોપટભાઈએ આવા પરિવારોને આખા વર્ષનું અનાજ ભરી આપ્યું
Popatbhai gave such families a years supply of food grains

Follow us on

લગભગ 4 વર્ષથી સુરતમાં પોપટભાઈ ફાઉન્ડેશન ગરીબો અને દીન દુખિયાની સેવા કરી રહ્યું છે. આજે જ્યારે મુસ્લિમ સમાજના લોકો ઈદની ઉજવણી કરી રહ્યાં છે ત્યારે અનેક ગરીબ પરિવારો આ ઉજવણીમાં સામેલ થઈ શકે તે માટે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા મદદ પહોંચાડવામાં આવી હતી. પોપટભાઈ આણંદના એવા પરિવારની લોકો વચ્ચે પહોંચ્યાં હતા જેઓ રમઝાન માસ દરમિયાન જ ઈદ કેવી રીતે ઉજવાશે એની ચિંતામાં હતાં. પોપટભાઈ આવા લોકોની વચ્ચે પહોંચ્યા હતા અને તેમને માત્ર ઇદ ઉજવવા પુરતું જ નહીં પણ આખા વર્ષનું અનાજ અને ખાધાખોરાકીની વસ્તુઓ ભરી આપી હતી.

માનવસેવાનો ભેખ ધારણ કરનાર પોપટભાઇ આ લોકોની વચ્ચે પહોંચ્યાં હતા અને તેમની વ્યથા સાંભળી હતી. પોપટભાઈ આ વિશે જણાવ્યું કે, દારુણ ગરીબીમાં જીવતા આ પરિવારો સાથેની વાતચીતમાં સામે આવ્યું કે આવા પરિવારોમાં રાશન -પાણી જ ખૂટી ગયું છે. આવી પરિસ્થિતિમાં તહેવાર મનાવવો તો કેવી રીતે મનાવવો આ સવાલ ચોક્કસ થાય. આ પરિવારોમાં કોઈ દિવ્યાંગ હતું, કોઈ અન્ય રીતે લાચાર જોવા મળ્યું હતું.

જો કે આણંદના એક સ્થાનિક ગ્રુપની સહાય મેળવીને પોપટભાઈએ આ ગરીબ પરિવારોની ઈદ સુધારવા નક્કી કર્યું. જે પરિવારોને મળ્યાં એમાંથી ખૂબ ગરીબ અને અત્યંત જરૂરીયાતવાળા પરિવારોને ઓળખી કઢાયા. આવા પરિવારો માટે સંસ્થાએ એક વર્ષ ચાલે તેટલું અનાજ, તેલ અને અન્ય વસ્તુઓ તેમના ઘર સુધી પહોંચાડવા બીડું ઝડપ્યું. પરિવાર દિઠ રૂપિયા દસ હજારની મર્યાદામાં રાશન ભરી આપવામાં આવ્યું.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

પોપટભાઈએ પહેલાં તે આણંદના એવા 12 પરિવારને મદદ કરવાનું નક્કી કર્યું હતું અને દારુણ ગરીબીમાં જીવતા આવા લોકોની રૂબરુ મુલાકાત કરી હતી. આવા લોકો સાથે વાત કરીને તેના ઘરમાં કેટલા લોકો રહે છે તેની જાણકારી મેળવી હતી અને તેમને કેટલા રાશનની રજૂ પડે તેમ છે તેના આધારે તમામ પરિવારો માટે રાશનની વ્યવસ્થા કરી હતી.

સવારે સર્વે કર્યો અને સાંજ સુધીમાં રાશન આ પરિવારોના ઘરે પહોંચી પણ ગયું. ઈદની જાણે અનોખી ઉજવણી જોવા મળી. હિન્દુ મુસ્લિમ ભાઈચારાની ભાવના એવી પ્રબળ બની કે મુસ્લિમ પરિવારો તરફથી ઈદીના રૂપમાં અલ્લાહના આશિર્વાદ માનવતાના આ સેવકોને મળ્યાં. આ પરિવારોની માત્ર ઈદ જ ના સુધરી પણ આખા વર્ષની રાશનની ચિંતા પણ મટી ગઈ.

Next Article