Anand : તારાપુર માર્ગ અક્સ્માતમાં મૃતકોનો અંતિમ વિડીયો આવ્યો સામે, વિડીયો 12 કલાક પહેલા જ ઉતાર્યો હતો

|

Jun 16, 2021 | 5:42 PM

Anand :આણંદ-તારાપુર હાઈવે પર આજે વહેલી સવારે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10 લોકોના મોત નિપજયા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર લોકોનો વિડીયો સામે આવ્યો છે. 12 કલાક પહેલા જ ઉતારવામાં આવેલો આ વીડિયો તમામ લોકોને અંતિમ વિડીયો હતો.

Anand :આણંદ-તારાપુર હાઈવે પર આજ વહેલી સવારે ટ્રક અને ઈકો વચ્ચે ગમખ્વાર અકસ્માત (accident)માં 10 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં મોતને ભેટનાર લોકોનો વિડીયો સામે આવ્યો છે. 12 કલાક પહેલા જ ઉતારવામાં આવેલો આ વિડીયો (Video) તમામ લોકોને અંતિમ વીડિયો હતો.

આણંદ-તારાપુર હાઈવે પર ઈન્દ્રજ  પાસે આજે વહેલી સવારે ટ્રક અને ઈકો વચ્ચે ભયંકર અકસ્માત (accident) સર્જાયો હતો. આ અકસ્માતમાં 10 લોકોના કમકમાટી ભર્યા મોત નિપજયા હતા, હાઈવે લોકોની ચિચયારીથી ગુંજી ઉઠ્યો હતો. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

 

તારાપુર માર્ગ અકસ્માત (accident)ની ઘટનામાં મોતને ભેટનાર લોકોનો વિડીયો (Video) સામે આવ્યો છે.  ગઈકાલે સાંજે ઇકો ચાલકે વીડિયો ઉતારી પોતાના મિત્રોને મોકલ્યો હતો. 12 કલાક પહેલા જ  આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો.

અક્સ્માત (accident)એટલો ભયાનક હતો કે, કારમાં સવાર 10 લોકો મોતનો કોળિયો બની ગયા હતા. અક્સ્માત બાદ ટ્રક ચાલક ઘટના સ્થળ પરથી ફરાર થયો હતો.

અક્સ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઈજાગ્રસ્તોને સારવાર અર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન 10 લોકો મોતને ભેટ્યા હતા.અક્સ્માત (accident) એટલો ભયાનક હતો કે કારનો કુરચો બોલી ગયો હતો કારમાં જ મૃતદેહનો ખડકલો થયો હતો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi)સહિત અમિત શાહ, મુખ્યપ્રધાન વિજય રુપાણી (Chief Minister Vijay Rupani)એ પણ દુખ વ્યક્ત કર્યું હતુ, મૃતકોના પરિવારને 2-2 લાખની સહાયની પણ જાહેરાત કરવામાં આવી છે.

આ પણ વાંચો :   Anand : તારાપુર હાઇવે થયો રક્તરંજિત, ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

Next Video