Anand : તારાપુર હાઇવે થયો રક્તરંજિત, ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં 10ના મોત

આણંદ-તારાપુર હાઇવે પર ઇન્દ્રણજની દુરાવેટ ફેકટરી નજીક સવારે ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં 10 હતભાગી મોતને ભેટ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

Charmi Katira
| Edited By: | Updated on: Jun 16, 2021 | 9:11 AM

Anand: આણંદ-તારાપુર હાઇવે પર ઇન્દ્રણજની દુરાવેટ ફેકટરી નજીક સવારે ટ્રક અને ઇકો વચ્ચે ગમખ્વાર અકસ્માત (Accident) થયો હતો. આ અકસ્માતમાં 10 હતભાગી મોતને ભેટ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.

આણંદના તારાપુર નજીક ઇન્દ્રણજ દુરાવેટ ફેક્ટરી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકો મોતને ભેટ્યા છે. આજે વહેલી સવારે ટ્રક અને ઈકો કાર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર 1 બાળકી સહિત તમામ 10 લોકો મોતનો કોળિયો બની ગયા હતા. અકસ્માત બાદ ટ્રક ચાલક ત્યાંથી ફરાર થઈ ગયો છે.  જોકે આ પરિવાર કોણ છે એની માહિતી મળી શકી ના હતી.

તમામ મૃતકોને તારાપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. ભયંકર અકસ્માતને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કારમાં સવાર નાની બાળકી સહિત 10 વ્યક્તિનાં મોતથી સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. અકસ્માતને પગલે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી. હતભાગીઓની ઓળખ કરી પરિવારજનોને જાણ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી પ્રમાણે, ઈકોમાં સવાર લોકો સુરતથી ભાવનગર તરફ જઈ રહ્યા હતા. એટલે કે કાર તારાપુરથી વટામણ તરફ જઈ રહી હતી અને ટ્રક વટામણ તરફથી તારાપુર તરફ આવી રહી હતી. તે દરમિયાન ટ્રક માતેલા સાંઢની જેમ રોંગ સાઈડમાં ધસી આવ્યો હતો અને કારચાલક કઈ વિચારે તે પહેલા તો કારનો ભૂકો બોલાઈ ગયો હતો.

Follow Us:
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
લોકસભાના બીજા તબક્કાના મતદાન બાદ રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં ધામા
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
g clip-path="url(#clip0_868_265)">