
આણંદ જિલ્લાની પેટલાદ નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત વિવિધ વિકાસ કામો માટેના ટેન્ડર બહાર પાડવામાં આવ્યા છે. પરમાણીયુ તળાવ ડેવલોપમેન્ટ , સિનિયર સિટિઝન પાર્ક તથા એન. કે હાઇસ્કૂલ કંપાઉન્ડ વોલ, કોલેજ ચોકડીથી રણછોડજી મંદિર તરફ સ્ટ્રેમ વોટર ડ્રેઇન, ચાવડી બજારથી રણછોડજી મંદિર તરફ સ્ટ્રેમ વોટર ડ્રેઇનના ટેન્ડર માટે રસ ધરાવતા અનુભવી કોન્ટ્રાક્ટર પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
પરમાણીયુ તળાવ ડેવલોપમેન્ટ માટે રુ.209.99 લાખ, સિનિયર સિટિઝન પાર્ક તથા એન. કે હાઇસ્કૂલ કંપાઉન્ડ વોલ રુ. 13.89 લાખ , કોલેજ ચોકડીથી રણછોડજી મંદિર તરફ સ્ટ્રેમ વોટર ડ્રેઇન, ચાવડી બજારથી રણછોડજી મંદિર તરફ સ્ટ્રેમ વોટર ડ્રેઇન માટે રુ. 36.22 લાખના કામ માટે ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે.
કોન્ટ્રાક્ટર વેબસાઇટ http://nagarpalika.nprocure.com ઉપરથી ફોર્મ ડાઉનલોડ કરીને 6 માર્ચ 2023 સુધીમાં સબમીટ કરી શકશે. તેમજ રુબરુ સબમીશનની છેલ્લી તારીખ 9 માર્ચ 2023 રાખવામાં આવી છે. તેમજ ભૂગર્ભ મેન્ટેન્સ વાર્ષિક ધોરણે કરવાના ભાવોના ફિઝીકલ ટેન્ડર 2 માર્ચ 2023ના રોજ સાંજે 6 વાગ્યા સુધીમાં રુબરુ પેટલાદનગરપાલિકામાંથી મેળવી શકાશે. તથા ભરેલુ ટેન્ડર 9 માર્ચ 2023 સુધીમાં કુરિયર કે સ્પીડ પોસ્ટથી નગરપાલિકાના ઓફિસમાં પહોંચાડવાનું રહેશે.