10 વર્ષ પછી યોજાશે સોજીત્રા APMCની સામાન્ય ચૂંટણી, ભાજપે પહેલી વખત પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા

|

Feb 22, 2022 | 3:05 PM

સોજીત્રા તાલુકાના ચોવીસ ગામમાંથી લગભગ દરેક ગામમાંથી એક એક જણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ખેડૂતના પ્રતિનિધિ તરીકે દેખરેખ રાખે તેવું આયોજન કરવામાં આવ્યું છે

10 વર્ષ પછી યોજાશે સોજીત્રા APMCની સામાન્ય ચૂંટણી, ભાજપે પહેલી વખત પોતાના ઉમેદવારો ઊભા  રાખ્યા
10 વર્ષ પછી યોજાશે સોજીત્રા APMC ની સામાન્ય ચૂંટણી

Follow us on

આણંદ (Anand) જિલ્લાની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) સોજીત્રા (Sojitra) ની સામાન્ય ચુંટણી કે જે છેલ્લા 10 વર્ષથી 2012 થી હોઈકોર્ટ મેટરને કારણે એકની એક બોડી કાર્યરત હતી. તેમાં હાઈકોર્ટના આદેશ અનુસાર નવેસરથી ચૂંટણી (election) થવાથી પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી ખેડૂત વિભાગમાંથી 10 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

ભાજપના આગેવાન તેજશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યુ કે સોજીત્રા તાલુકાના ચોવીસ ગામમાંથી લગભગ દરેક ગામમાંથી એક એક જણ એપીએમસી સોજીત્રામાં ખેડૂતના પ્રતિનિધિ તરીકે દેખરેખ રાખે તેવું આયોજન કરેલ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સહકારથી સમૃધ્ધિ સુધીના વીઝનને સાકાર કરવા માટેનું એક નવું સોપાન જોડાયું છે.

સોજીત્રા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 2002માં સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી ભાડાના મકાનમાં કાર્યરત છે. પરંતુ હાલના ડીઝીટાલાઈઝેશનના નવા યુગમાં ખેડૂતોના વિકાસ માટે ભવિષ્યની એપીએમસીનું નિર્માણ થાય તેવી તાલુકાના ખેડૂતોની પણ લાગણી છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ખેડૂત વિભાગમાંથી કુલ 10 ફોર્મ ભરવામાં આવેલ અને બીજા અન્ય ફોર્મ ભરાયેલ ન હોય જેથી તેઓ બિનહરીફ હોય તેવું જણાઈ આવે છે. પાછળથી તેમાં ખરીદ વેચાણ વિભાગના 2 અને વેપારી વિભાગના 4 એમ કુલ 6 લોકોને નવા સમાવવાના થશે. તેમાં પણ ચર્ચાનો દોર ચાલુ થઈ ગેયો છે અને ઘણા કાર્યકર્તાઓ કમલમ્ ખાતે દોટ મુકતા થઈ ગયેલ છે.

આજ રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, સોજીત્રા વ્યવસ્થાપક મંડળની સામાન્ય ચૂંટણી 2022 માટે જતીનકુમાર પ્રહલાદભાઈ પટેલ (પીપળાવ), હર્ષદભાઈ ભગુભાઈ પટેલ (પીપળાવ), છત્રસિંહ ચુનીભાઈ જાદવ (મેઘલપુર), રાયસંગભાઈ જેસંગભાઈ રાઠોડ (મઘરોલ), કિશોરભાઈ છોટાભાઈ પટેલ (ભડકદ), જયેશભાઈ નરસિંહભાઈ પટેલ (ડભોઉ), મેલાભાઈ કાભઈભાઈ ગોહેલ (દેવાતળપદ), રજનીકાન્ત જશભાઈ પટેલ (સોજીત્રા), દેવંતભાઈ રાવજીભાઈ પટેલ (કાસોર), મહેશભાઈ મણીભાઈ પટેલ (ઈસણાવ) ધ્વારા ખેડૂત વિભાગમાંથી ફોર્મ ભરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા, સી.આર. પાટિલના હસ્તે કેસરિયો ધારણ કર્યો

આ પણ વાંચોઃ Bharuch : ભરૂચમાં કચરાનું સંકટ ઉભું થયું, 7 દિવસથી વ્યવસ્થાના અભાવે 500 ટન કચરાના નિકાલનો પડકાર

Next Article