પેટલાદ APMC દ્વારા લાભપાંચમના દિવસથી નાર ગામ પાસે ખુલ્લી હરાજીથી અનાજ ખેડૂત બજારની કરાઈ શરૂઆત

|

Nov 09, 2021 | 10:58 PM

તારાપુર-ધર્મજ હાઈ-વે, મુ.નાર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પેટલાદ ધ્વારા ખુલ્લી હરાજીથી અનાજ માર્કેટયાર્ડની શરૂઆત સંસ્થાના ચેરમેન તેજશ પટેલના પ્રમુખ સ્થાને કરવામાં આવી હતી.

પેટલાદ APMC દ્વારા લાભપાંચમના દિવસથી નાર ગામ પાસે ખુલ્લી હરાજીથી અનાજ ખેડૂત બજારની કરાઈ શરૂઆત
Petlad APMC

Follow us on

તારાપુર-ધર્મજ હાઈ-વે, મુ.નાર ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ, પેટલાદ ધ્વારા ખુલ્લી હરાજીથી અનાજ માર્કેટયાર્ડની શરૂઆત સંસ્થાના ચેરમેન તેજશ પટેલના પ્રમુખ સ્થાને કરવામાં આવી હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય અને તેઓં આર્થિક રીતે સમૃદ્ધ બને તે વિઝનને પૂરું કરવા સંસ્થાના ચેરમેન તેજશ પટેલ દ્વારા ખેડૂતોની ખેત પેદાશનો ઉચ્ચ ભાવ મળે, ખેત પેદાશનો સાચો તોલ મળે, ખેડૂતનું આર્થિક શોષણ થતું અટકે, તેઓએ ઉત્પન્ન કરેલ માલમાંથી કોઈપણ વેપારી ગેરકાયદેસર કપાત ન કરે અને તેઓને પુરેપૂરું વળતર મળે તેમજ તેમના નાણાની સલામતી રહે તેમજ વેપારીઓને એક જ જગ્યાએથી ગુણવત્તા યુક્ત પ્રત્યક્ષ ચકાસણી કરી પુરતા પ્રમાણમાં જથ્થો મળી રહે.

સ્થાનિક ખેડૂતો અને વેપારીઓને જરૂરીઆત મુજબની સગવડ તથા સવલત પૂરી પાડી દરેક વ્યક્તિનો આર્થિક, સામાજિક વિકાસ થાય તેમજ સારી બજાર વ્યવસ્થા ઉભી કરી ખેતી ક્ષેત્રે ખરીદ-વેચાણમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ થઇ શકે તેવા ઉમદા હેતુથી આજના શુભ દિને અનાજ ખેડૂત બજારની શરૂઆત કરવામાં આવી હતી.

તેજશ પટેલે જણાવ્યું હતું કે, APMCની વિશિષ્ઠ કામગીરીઓ, તેના ફાયદા અને તેના વિશિષ્ઠ અનન્ય માળખા, અને ખેડૂત એ.પી.એમ.સીના માધ્યમથી પગભર કેવી રીતે બની શકે તેની વિસ્તૃતમાં ચર્ચા કરવામાં આવી. ખેડૂતો કેવી રીતે એ.પી.એમ.સીના માધ્યમથી પોતાની ખેત-પેદાશનો ઉચ્ચ ભાવ મેળવી શકે, બજારની જરૂરિયાત મુજબનો માલ કેવી રીતે બજારમાં લાવી તેનું વેલ્યુંએડીશન (મુલ્યવર્ધન) કરી તેને ઉચ્ચ ભાવમાં વેચીને આર્થિક રીતે મજબુત બની શકે તેની વિસ્તૃતમાં માહિતી આપી હતી.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

વધુમાં આવનાર ભવિષ્યમાં તમાકુનો પાક આપણા વિસ્તારમાં વધુ છે. તેમાં ડાયવરસીફાઈ (વિવિધતા) કરી લોકો ઓંષધિય પાકો કરે તે દિશામાં પણ ગુજરાત રાજ્ય ઔષધીય બોર્ડની સલાહ – સૂચનથી પણ આગળના સમયમાં કામગીરી થવા જઈ રહી છે.

આ ઉપરાંત (ફાર્મર્સ પ્રોડ્યુસ ઓર્ગેનાઈઝેશન) FPOની મદદથી આયુસ મંત્રાલય સાથે જોઈન્ટ વેન્ચરથી એ.પી.એમ.સીની અંદર ખેડૂતોની જોડે કોન્ટ્રાક ફાર્મિંગથી ઔષધીય પાકોનું ઉત્પાન થાય અને વેલ્યુએશન થાય તે દિશામાં કામગીરી હાથ ધરાયેલ છે તેની વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી.

વધુમાં આવું અનાજ ખેડૂત બજાર કચ્છથી લઈને મુંબઈ સુધી પ્રસ્થાપિત થયેલ નથી તો આ જગ્યાનો લાભ આજુબાજુના ખેડૂતોને મળે, ખેડૂતો વેલ્યુંએડીશન કરેલો પોતાનો માલ સરળતાથી વેચી શકે અને જે માલ ખેડૂત થી ઉપભોક્તા સુધી પહોચવામાં 70 થી 80 ટકાનો વધારો થાય છે. તેમાં બચત થાય અને તેનો લાભ ખેડૂતો ને ઉપભોક્તાને લાભ મળે તેવી પરિકલ્પના કરવામાં આવી.

આણંદ જીલ્લા ભાજપ પ્રમુખ વિપુલ પટેલે વર્તમાન સરકાર દ્વરા કિશાન સર્વોદય યોજના ધ્વારા દિવસે ખેડૂતને લાઈટ આપવામાં આવી રહી છે જેથી દેશનો દરેક ખેડૂત પણ સવાર થી સાંજ ઓફીસ સમય દરમિયાન કામ કરે અને 31 માર્ચ 2022 પહેલા આખા આણંદ જીલ્લામાંના દરેક ગામ ફીડર વાઈસ આ યોજનાનો લાભ દરેકને મળે તેવું ભગીરથ આયોજન થઇ ગયેલ છે તેમ જણાવવામાં આવ્યું હતું.

આ ઉપરાંત આ શુભ દિને આ ખેડૂત બજારમાં આવેલ ખેડૂતોની ખેત પેદાશો 450 થી લઇને 545 સુધીના ઉચ્ચ ભાવે ખુલ્લી હરાજી સાથે વેચાઈ જેથી તાલુકાના ખેડૂતોમાં ખુબ મોટા આનંદની લાગણી વ્યાપી છે. તેમજ એ.પી.એમ.સી ધ્વારા ખેડૂતોને 1% વધુ વળતર આપવામાં આવ્યું જેથી ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી હતી.

 

આ પણ વાંચો: NIELIT Recruitment 2021: ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયમાં નોકરી મેળવવાની તક, જાણો તમામ વિગતો 

આ પણ વાંચો: India Post Recruitment 2021: PA, SA, પોસ્ટમેન અને MTS પોસ્ટ માટે ભરતી, જાણો ગુજરાત સર્કલ માટે કેટલી છે જગ્યા

Published On - 10:57 pm, Tue, 9 November 21

Next Article