RTEના કારણે બદલાયુ એક બાળકનું જીવન, આણંદની શ્રેષ્ઠ શાળામાં બાળકને પ્રવેશ મળતા માતા-પિતા ખુશ

|

Feb 27, 2023 | 5:46 PM

Anand News : માર્કંડભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને મહિને અંદાજે રુ.10 હજારની આવક મેળવે છે, ત્યારે તેમને સ્વપ્નેય ન હોતું વિચાર્યું કે તેમનું સંતાન આણંદની શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી શકશે.

RTEના કારણે બદલાયુ એક બાળકનું જીવન, આણંદની શ્રેષ્ઠ શાળામાં બાળકને પ્રવેશ મળતા માતા-પિતા ખુશ

Follow us on

દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મળે, પણ પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે સારી શાળામાં પ્રવેશ ન મળતા તે મુંઝવણ અનુભવતા હોય છે. જો કે આણંદમાં રહેતા એક માતા પિતાની મુંઝવણ સરકારની RTE યોજનાએ હટાવી દીધી છે. RTE એટલે કે Right to Educationના કારણે. આણંદ જિલ્લાના આવા જ એક પરિવારને મળીએ જેને મળ્યો છે RTE નો લાભ.

આણંદની શ્રેષ્ઠ શાળામાં મળ્યુ બાળકને એડમિશન

આ અમરીષ છે. તે આણંદની આનંદાલય શાળામાં અભ્યાસ કરે છે. આ શાળામાં પ્રવેશ મેળવવાનું કામ કપરું છે, પણ અમરિષના પિતા માર્કંડભાઈ દિકરાને RTE ની મદદથી આણંદની આનંદાલય નામની ઉત્તમ શાળામાં પ્રવેશ મળ્યો. માર્કંડભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને મહિને અંદાજે રુ.10 હજારની આવક મેળવે છે, ત્યારે તેમને સ્વપ્નેય ન હોતું વિચાર્યું કે તેમનું સંતાન આણંદની શ્રેષ્ઠ શાળામાં અભ્યાસ કરી શકશે. માર્કંડભાઈને સરકારની આ યોજના વરદાનરૂપ લાગે છે.

બાળકને સારી શાળામાં પ્રવેશ મળતા પિતાને આવ્યા હર્ષના આંસુ

બાળકના પિતા માર્કંડભાઇ પારેખે તેમના બાળકને શાળામાં મળેલા એડમિશન અંગે જણાવતા કહ્યુ કે, મને જે દિવસે ખબર પડી કે તેને RTEમાં તેને આનંદાલયમાં એડમિશન મળ્યું, તે દિવસે હું અને મારી વાઈફ બંને ખૂબ જ ખુશીના આંસુ રડ્યા હતા. કેવળબાપાની દયા અને સરકારની કૃપાથી આ સ્કૂલમાં અમારા બાળકને એડમિશન મળ્યું, બાકી આ સ્કૂલમાં એડમિશન મળવુ શક્ય નથી. ક્યારેય એવું જોવા નથી મળ્યું કે, શાળાના લોકો એમના બાળકો અને મારા બાળકમાં કોઈ ભેદભાવ કરતા હોય. તે લોકો ખૂબ જ કો ઓપરેટીવ છે, હેલ્પફુલ છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

RTE વિશે જાણકારી પણ નહોતી

માર્કંડભાઈ પોતે RTE વિશે અજાણ હતા, પણ મામાના દિકરાએ માહિતી આપતા તેમણે ઓનલાઈન અરજી કરી હતી અને તેમના દિકરાને આણંદની શ્રેષ્ઠ ગણાતી શાળામાં એડમિશન મળ્યુ. આમ, RTEના કારણે “સૌને શિક્ષણની સમાન તક”નો વિચાર મૂર્તિમંત થઈ રહ્યો છે.

Next Article