Monsoon 2022 : ગઇકાલે 6 કલાકમાં ખાબકેલા 11 ઇંચ વરસાદે આણંદના બોરસદમાં(Borsad Taluka) જળબંબાકારની સ્થિતિનું નિર્માણ કર્યું છે. અહીં રીતસર આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિ સર્જાઇ છે.ભારે વરસાદને(heavy Rain) પગલે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ છે.તો અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે.ખાસ કરીને બોરસદના સીસ્વા(Sesva) અને કંસારી ગામની સૌથી ખરાબ હાલત થઇ છે.ભારે વરસાદને પગલે આ બંને ગામોના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે.
બોરસદ તાલુકાનુ સીસ્વા ગામ હાલ બેટમાં ફેરવાયુ છે,ત્યારે વરસાદની આગાહીને (Rain Forecast) પગલે તંત્ર દ્વારા 250 થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.અહી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી છે.ઘર હોય કે દુકાન,ખેતર હોય કે ગામની ભાગોળ.સ્થિતિ એટલી ખરાબ છે કે રસ્તા પર નદીઓ વહી રહી છે.તો ગ્રામજનોએ પોતાના ઘરો પર આશરો લેવાની ફરજ પડી છે.નાગરિકોના ઘરોમાં પાણી ઘુસી જતા ઘરવખરીને પારાવાર નુકસાન સર્જાયુ છે.
તો ભારે વરસાદને સ્થાનિક તંત્ર સાથે NDRFની ટીમની પણ મદદ લેવામાં આવી.અને અત્યાર સુધી કુલ 350 કરતા વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.આ તમામને સરકારી શાળામાં(Govt School) આશરો આપવામાં આવ્યો છે અને સ્થાનિક તંત્ર દ્વારા ખાવા-પીવાની વ્યવસ્થા કરી હોવાનો દાવો સ્થાનિક અધિકારીઓ કરી રહ્યા છે