કોંગ્રેસ (Congress) નેતા ભરતસિંહ સોલંકીને (Bharatsinh Solanki) અન્ય યુવતી સાથે સંબંધ હોવાનો તેમની પત્નીએ આરોપ લગાવ્યો છે. બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીનો રેશમા પટેલે વીડિયો પણ વાયરલ કર્યો હતો. વાયરલ વીડિયો અંગે ભરતસિંહે ખુલાસો પણ કર્યો છે. ત્યારે ભરતસિંહ પર આરોપ લગાવનાર તેમની પત્નીને મળવા માટે કેટલાક મીડિયા કર્મીઓ આણંદના (Anand) બોરસદ સ્થિત ભરતસિંહના બંગલે પહોંચ્યા હતા. પરંતુ બેવર્લી હિલ્સમાં રેશ્મા પટેલને મળવા પહોંચેલા મીડિયા કર્મી સાથે ગરવર્તન થયું. બેવર્લી હિલ્સના સેક્રેટરી બિપિન પટેલે મીડિયા કર્મીઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું અને ભરતસિંહ સોલંકીના પત્નીને રેશ્મા પટેલને મળવાથી રોક્યા હતા. એટલું જ નહીં બેવર્લી હિલ્સમાં મીડિયા કર્મીઓ પ્રવેશતા સોસાયટીના રહીશોએ હોબાળો મચાવ્યો હતો.
આણંદના બોરસદમાં બેવર્લી હિલ્સ સોસાયટીમાં ભરતસિંહ સોલંકીનો બંગ્લો આવેલો છે. જેમાં હાલમાં રેશમા પટેલ રહે છે. ભરતસિંહને લઈને હાલમાં ચાલતા વિવાદોને લઈને મીડિયાકર્મીઓએ રેશમા પટેલ સાથે મળવા દેવામાં આવ્યા ન હતા. સેક્રેટરી અને ચેરમેન કે જે સોસાયટીનું સંચાલન કરે છે તેમના દ્વારા મીડિયા કર્મીઓ સાથે ગેરવર્તણુક કરવામાં આવી. સાથે જ મીડિયા કર્મીઓના સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકી પત્ની સાથેના સંબંધોને લઇને છેલ્લા થોડા દિવસથી ચર્ચામાં છે. ભરતસિંહ સોલંકી પોતાના વ્યક્તિગત જીવનને લઈ હાલ વિવાદોમાં છે. બે દિવસ પહેલા ભરતસિંહ સોલંકીનો અન્ય યુવતી સાથેનો વીડિયો વાયરલ થયો હતો. જેને લઇને ભરતસિંહ સોલંકીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે. ભરતસિંહ સોલંકીએ ગુજરાતમાં ચૂંટણી નજીક આવતા વાતને તોડી મરોડીને રજુ કરાતી હોવાનું જણાવ્યુ છે.
ભરતસિંહ સોલંકીએ જણાવ્યુ કે કોંગ્રેસમાં જોડાયો ત્યાંરથી મારા 30 વર્ષના જાહેર જીવનમાં ભ્રષ્ટાચાર અને તકરાર કે અન્ય કોઈ વિવાદો થયા નથી. પણ ચૂંટણી આવતા જ હવે ક્યારેક રામ મંદિરના મુદ્દે તો ક્યારેક આવા વાયરલ વીડિયો દ્વારા વાતને તોડી મરોડીને વિવાદો ઉભા કરવામાં આવે છે. તેમણે કહ્યુ કે મારુ માનવુ હતુ કે ઘરની વાત ઘરમાં જ રહે તો સારુ છે. બહાર વાત ન જાય એનો મારો આગ્રહ હતો, પણ આ રીતે વાત સામે આવી. મારે કોઈ પર્સનલ એસોસીનેશન કરવું નથી એના પુરાવા મારે કોર્ટમાં રજૂ કરવા છે.