Anand: ખંભાતની જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઇ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકીનું મોતિયાનું જોખમી ઓપરેશન રહ્યુ સફળ

|

May 11, 2022 | 5:29 PM

આણંદના (Anand) તારાપુરમાં રહેતી ત્રણ વર્ષની બાળકીને જન્મથી જ મોતિયો (Cataracts)હતો. જો કે આ બાળકીને તેની સાથે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. જેના કારણે તબીબો માટે પણ બાળકીનું ઓપરેશન કરવાનું પડકારરુપ હતુ.

Anand: ખંભાતની જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઇ હોસ્પિટલમાં ત્રણ વર્ષની બાળકીનું મોતિયાનું જોખમી ઓપરેશન રહ્યુ સફળ
Dangerous cataract operation of three year old girl is Successful

Follow us on

કહેવત છે તે રામ રાખે તેને કોણ ચાખે. આ કહેવત આણંદની એક ત્રણ વર્ષની બાળકી સાથે યથાર્થ સાબીત થતી જોવા મળી છે. આણંદ (Aanand) જિલ્લાના તારાપુરની એક ત્રણ વર્ષીય બાળકી જન્મજાત મોતિયાની (Cataracts) બીમારીથી પીડાતી હતી. તેનું ઓપરેશન કરવુ ખૂબ જ જોખમી હતુ. જો કે મંગળવારે ખંભાતની (Khambhat) સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબા સંચાલિત જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલમાં (Jabareshwar Harikrishna Maharaj Eye Hospital) સફળતાપૂર્વક ઓપરેશન કરવામાં આવ્યુ છે. બાળકીના આંખો ઓપરેશન બાદ સ્વસ્થ થતા પરિવારજનોમાં આનંદની લાગણી વ્યાપી ગઇ છે.

તબીબો માટે પડકાર રુપ હતો કેસ

આણંદ જિલ્લાની સ્વામિનારાયણ મંદિર વડતાલ તાબાની ખંભાત જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઈ હોસ્પિટલ પહેલેથી જ આંખોની બીમારીની સારવાર માટે જાણીતી છે. ત્યારે આ હોસ્પિટલ વધુ એક નાની બાળકીનું જીવન સુધારવામાં સફળ રહી છે. એક ત્રણ વર્ષની બાળકીને આ હોસ્પિટલના પ્રયાસ થકી સુંદર દુનિયા સ્વસ્થ આંખોથી જોવા મળી રહી છે. આણંદના તારાપુરમાં રહેતી ત્રણ વર્ષની બાળકીને જન્મથી જ મોતિયો હતો. જો કે આ બાળકીને તેની સાથે અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ હતી. જેના કારણે તબીબો માટે પણ બાળકીનું ઓપરેશન કરવાનું પડકારરુપ હતુ.

અનેક હોસ્પિટલમાં સારવાર કરાવી પણ ફરક ન પડ્યો

બાળકીની મોતિયાની બીમારી અંગે ખંભાત મંદિરના કોઠારી ધર્મનંદન સ્વામીએ જણાવ્યું હતું કે, તારાપુરમાં રહેતા મેહુલભાઈની દીકરી વંદના જન્મજાત મોતિયાની બીમારીથી પીડાતી હતી. તેનીના પરિવારજનોએ અનેક આંખની હોસ્પિટલમાં સારવાર કરાવી હતી, પરંતુ કોઈ જ ફરક પડ્યો ન હતો.

High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ

બાળકીને શ્વાસ લેવામાં પડતી હતી તકલીફ

દરમિયાન મેહુલભાઈએ વડતાલ સ્વામિનારાયણ મંદિર સંચાલિત ખંભાતની જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજ આઇ હોસ્પિટલના તબીબી વિપુલભાઈ પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. તબીબે બાળકી વંદનાની તપાસ કરતા તેનું હૃદયમાં કાણું હોવાથી વંદનાને શ્વાસ લેવામાં તકલીફ થતી હોવાથી ડોક્ટર માટે ઓપરેશન કરવું બહુ જ અઘરું હતું, પરંતુ તબીબ વિપુલભાઈએ વંદનાના ઓપરેશન સમય કાર્ડિયાક તબીબને સાથે રાખી સફળતાપૂર્વક ઓપરેશન કરતા પરિવારજનોએ વડતાલ મંદિરના ચેરમેન દેવ સ્વામી, કોઠારી સંતવલ્લભ સ્વામી તથા તબીબોનો તબીબીનો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Next Article